જાણવા જેવુરાજનીતિ

14થી 20 સપ્ટેમ્બર સુધી ભાજપા દ્વારા “સેવા સપ્તાહ કાર્યક્રમ” યોજાશે, જાણો શું છે કાર્યક્રમો

147views

ભાજપા હંમેશા સામાજીક સેવાકીય અભિયાન તથા દેશહિતના અભિયાન યોજતી હોય છે ત્યારે આગામી 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના સપૂત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે તારીખ 14થી 20 સપ્ટેમ્બર દરમ્યાન ભાજપા પ્રદેશ દ્વારા “સેવા સપ્તાહ કાર્યક્રમ” યોજવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત સફાઇ ઝુંબેશ, પર્યાવરણ બચાવો અભિયાન, વૃક્ષારોપણ તથા મેડિકલ કેમ્પ જેવા કાર્યક્રમો યોજાશે.

આજ રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીના જન્મદિન નિમિત્તે તેમના મતવિસ્તાર ભાવનગર ખાતે પ્રદેશ અધ્યક્ષની  ઉપસ્થિતિમાં ધોરણ-1માં અભ્યાસ કરતા 1600 બાળકોને સ્કુલબેગ સહિત સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવશે. તેમજ 1130 અનાથ બાળકો અને 290 દિવ્યાંગ બાળકોને એક જોડી ફેન્સી કપડાનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત અલગ -અલગ સંસ્થાઓમા 1500 જેટલા વ્યક્તિઓને નિશુલ્ક ભોજન, અનેક સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ તથા મેગા મેડિકલ કેમ્પ યોજાશે. જેમાં નિશુલ્ક દવા વિતરણથી લઇને ઓપરેશન સહિતના ઉપચાર વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

પંડ્યાના જણાવ્યા મુજબ 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના અમરાઇવાડી ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના વરદ્ હસ્તે “સેવા સપ્તાહ કાર્યક્રમ”નો શુભારંભ કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!