રાજનીતિ

‘અજબ પ્રેમ કી ગજબ કહાની’, 27 વર્ષની મહિલા મોરચાની નેતાએ 45 વર્ષીય દાહોદ જિલ્લા પ્રમુખ સાથે કર્યા લગ્ન

172views

સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતો કિસ્સોગ ગુજરાતના રાજકારણમાં જોવા મળ્યો છે. નાની ઉંમરની મહિલા નેતાએ પોતાની ઉંમરથી 22 વર્ષ મોટી ઉંમરના નેતા સાથે લગ્ન કર્યા હોવાનું દાહોદ જિલ્લામાં બનવા પામ્યું છે. દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જલ્પા મલે તેમનાથી બમણી ઉંમરના અને 4 સંતાનોના પિતા એવા શંકર અમલીયાર સાથે લગ્ન કર્યા છે. તેઓ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ છે. સમગ્ર મામલો ફેસબુકના માધ્યમથી બહાર આવ્યો છે.

દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયારે જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ જલ્પા માલ સાથે લગ્ન કરતાં વાતાવરણ ગરમાયું છે. શંકરભાઈની ઉંમર 45 વર્ષ છે જ્યારે અપરિણીત જલ્પાબેનની ઉંમર 27 વર્ષની છે. શંકરભાઈના આ ત્રીજા લગ્ન છે. અગાઉ તેમના લગ્ન ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાની બહેન સાથે થયા હતા. 2010માં તેમનું અવસાન થયું આથી 2011માં શંકરભાઈએ જ્યોત્સનાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા પણ તેની સાથે મનમેળ ન થતાં તેઓ એક વર્ષથી અલગ રહે છે. હાલમાં એમએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલી જલ્પા સાથે શંકરભાઈએ ત્રીજા લગ્ન કર્યાં છે. શંકરભાઈને પ્રથમ લગ્નથી ચાર સંતાનો પણ છે.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના રહેવાસી શંકરભાઇ આમલિયાર હાલ જિલ્લા ભાજપના પ્રમુખ છે. શંકરભાઇના પ્રથમ લગ્ન હાલના ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઇ કટારાના બહેન સાથે થયા હતાં. સુખી દાંપત્ય જીવનના પરિપાક રૂપે તેમને ચાર બાળકો છે. શંકરભાઇના પ્રથમ પત્નીનું વર્ષ 2010માં નિધન થયું હતું. ત્યાર બાદ પરિવારની સમંતિથી વર્ષ 2011માં શંકરભાઇએ ઝાલોદના જ્યોત્સનાબેન સાથે બીજા લગ્ન કર્યા હતાં. જોકે, શંકરભાઇના જણાવ્યા મુજબ, ગૃહક્લેશના કારણે જ્યોત્સનાબેન છેલ્લા એક વર્ષથી તેમનાથી જુદા રહે છે.

20મી તારીખના રોજ શંકરભાઇ ફતેપુરા તાલુકાના લીમડીયા ગામના વતની અને દાહોદ જિલ્લા ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખ જલ્પાબેન માલ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતાં. જલ્પાબેન બે વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને હાલ દાહોદની તેઓ MSCના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. ચાર બાળકોના પિતા એવા શંકરભાઇના ત્રીજા લગ્ન અને જલ્પાબેન અપરીણિત હોવા સાથે બંનેની ઉમરમાં 18 વર્ષનું અંતર હોવાથી આ મુદ્દો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Leave a Response

error: Content is protected !!