રાજનીતિ

દિગ્ગજ સાહિત્યકાર, અભિનેતા ગિરીશ કર્નાડનું નિધન, પીએમ નરેંદ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો

118views

બોલીવુડના જાણિતા એક્ટર ગિરીશ કર્નાડ અભિનેતાનું નિધન 81 વર્ષની ઉંમરમાં થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. સોમવારે બેંગ્લોરમાં ગિરીશ કર્નાડનું નિધન થયું. છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. કર્નાડના નિધનથી સાહિત્ય અને બોલિવડ ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે.

કર્ણાટકની સરકારે ત્રણ દિવસ માટે રાજકીય શોકની ઘોષણા કરી છે. સીએમ એચ.ડી કુમારસ્વામીએ દિગ્ગજ સાહિત્યકારના નિધનના પછી રાજકીય શોકની ઘોષણા કરી. તેમજ સરકારે એક દિવસ માટે પબ્લિક હોલિડે ની પણ જાહેરાત કરી છે. આજે ગિરીશ કર્નાડના રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

તેમજ ગિરીશ કર્નાડના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. ‘તેમણે ટ્વિટર પર લખ્યું કે, ગિરીશ કર્નાડ તેમના અભિનય માટે હંમેશા યાદ રહેશે. તેમના નિધનથી હું દુઃખી છું. તેમની આત્માને શાંતિ મળે’.

ગિરીશ કર્નાડ નો જન્મ 19 મે 1938ના રોજ મહારાષ્ટ્રના માથેરાનમાં થયો હતો. તેમને ભારતના જાણિતા સમકાલીન લેખક, અભિનેતા, ફિલ્મ નિર્દેશક અને નાટકકાર તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ગિરીશ કર્નાડના નિધનથી બોલીવુડમાં શોકનો માહોલ છે. ગિરીશ કર્નાડ ની હિંદીની સાથે-સાથે કન્નડ અને અંગ્રેજી ભાષા પર સારી એવી પકડ હતી.

1970 માં કન્નડ ફિલ્મ ‘સંસ્કાર’થી પોતાની ફિલ્મી સફર શરૂ કર્યું. તેમની પ્રથમ ફિલ્મને જ કન્નડ સિનેમા માટે રાષ્ટ્રપતિનો ગોલ્ડન લોટસ પુરસ્કાર મળ્યો. આર કે નારાયણના પુસ્તક પર આધરિત ટીવી સીરિયાલ માલગુડી ડેઝમાં તેમણે સ્વામીના પિતાની ભૂમિકા ભજવી હતી. 1990ની શરૂઆતમાં વિજ્ઞાન આધારિત એક ટીવી કાર્યક્રમ ટર્નિંગ પોઇન્ટમાં તેમણે હોસ્ટની ભૂમિકા ભજવી છે.

હિંદીમાં તેમણે ‘નિશાંત’ (1975), ‘મંથન’ (1976) અને ‘પુકાર’ (2000) જેવી ફિલ્મો કરી. નાગેશ કુકુનૂરની ફિલ્મો ‘ઇકબાલ’ (2005), ‘ડોર’ (2006), ‘8×10 તસવીર’ (2009) અને ‘આશાઓ’ (2010)માં પણ તેમણે કામ કર્યું. આ ઉપરાંત સલમાન ખાનની સાથે તે ‘એક થા ટાઇગર’ (2012) અને ‘ટાઇગર જિંદા હૈ’ (2017)માં મહત્વપૂર્ણમાં જોવા મળ્યા.

ગિરીશ કર્નાડની કન્નડ અને અંગ્રેજી બંને ભાષાઓ પર એક જેવી પક્કડ હતી. તેમનું પ્રથમ નાટક કન્નડમાં હતું, જેને પછી અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યું. તેમના નાટકોમાં ‘યયાતિ’, ‘તુગલક’, ‘હયવદન’, ‘અંજુ મલ્લિગે’, ‘અગ્નિમતુ માલે’, ‘નાગમંડલ’ અને ‘અગ્નિ અને બરખા’ ખૂબ ચર્ચિત છે.

તેમની લિખીત બૂક્સની વાત કરીએ તો તેઓએ તો ‘નાગમંડલા’ સૌથી પ્રખ્યાત છે જે ઘણી સ્કૂલ અને કોલેજનાં સિલેબસમાં પણ ભણાવવામાં આવે છે. તેઓ 12 જેટલી ફિલ્મોનું ડિરેક્શન પણ કરી ચુક્યા છે. જેમાંથી એક ફિલ્મ હિન્દી છે.રેખા અને શશી કપૂર સ્ટાર ‘ઉત્સવ’ ફિલ્મનું ડિરેક્શન ગિરીશ કર્નાડે કર્યુ છે.

ગિરીશ કર્નાડને 1992માં પદ્મ ભૂષણ, 1974માં પદ્મ શ્રી, 1972માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, 1992માં કન્નડ સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1994માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1998માં તેમને કાલિદાસ સન્માન પ્રાપ્ત થયુ હતું. 1978માં આવેલી ફિલ્મ ભૂમિકા માટે ગિરીશને નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને 1998માં સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે, 1960ના દશકમાં નાટકોના લેખનથી લોકો તેમણે ઓળખવા લાગ્યા હતા. તેમજ તેઓ પાંચ દશક કરતા વધારે સમય સુધી કન્નડ નાટકો માટે સક્રિય રહ્યાં હતા. તેમજ કર્નાડને ચાર ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યા છે.

Leave a Response

error: Content is protected !!