રાજનીતિ

બોપલ-ઘુમા AMCમાં આવતા જ મોટો નિર્ણય, વર્ષો જુના કચરાના ઢગલાનો નિકાલ એક જ વર્ષમાં આવશે

365views

બોપલ ઘુમા વિસ્તારમાં જીઇબી સ્ટેશન નજીક બોપલમાં જે કચરાના ઢગ દાખઈ છે તે આ વર્ષના અંત સુધીમાં ઇતિહાસ બની જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના અંદર હવે બોપલ અને ઘુમા આવે છે ત્યારે પહેલા ડમ્પ સાઇટને સાફ કરવાનો નિર્ણય લીધો છે.

અધિકારીઓનું કહેવું છે કે તે વ્યવસાયિક વિકાસ માટે યોગ્ય છે અને તેઓએ રૂ. 100થી 150 કરોડની રકમ ફાળવી છે. તે ઇસરો ગેસ્ટ હાઉસની બાજુમાં છે અને અહીં રહેણાંક વસાહતો અને તેની નજીક એક શાળા છે. તે છ એકરમાં ફેલાયેલો છે.

એએમસીએ નિર્ણય લીધો છે કે સ્થળ પર 3 લાખ ટન કચરો નિકાલ કરવામાં આવશે અને ત્યાં બાયો-માઇનીંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થળને પખવાડિયામાં સમતળ કરવામાં આવશે જેથી પ્રોજેક્ટ શરૂ થઈ શકે.

એએમસી બોપલ સાઇટ પર ત્રણ ટ્રોમેલ મશીનોનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે અને આવતા વર્ષના પ્રારંભ સુધીમાં આ આખી જગ્યા કચરા મુક્ત થઈ જશે.

Leave a Response

error: Content is protected !!