રાજનીતિ

બોપલની દુર્ઘટનામાં અમિત શાહેએ આપ્યો તપાસનો આદેશ

100views

અમદાવાદના બોપલમાં તેજસ સ્કૂલ પાસે સંસ્કૃતિ ફ્લેટની પાસે 20 વર્ષ જૂની 1 લાખ લિટરની ટાંકી ધસી પડતા 3 યુવકનાં મોત થયાં હતાં, જ્યારે 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટમાં કેટરિંગના ધંધા માટે બનાવેલા શેડ અને ઝાડ પર આ ટાંકી પડતા શેડ અને ઝાડ નીચે 4 લોકો દટાયા હતા. જેમાંથી ત્રણનાં મોત થયાં હતાં, જ્યારે એકને બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે બોપલ ખાતે પાણીની ટાંકી તુટી પડતાં સર્જાયેલ દુર્ઘટના બાબતે અમદાવાદના કલેક્ટર તથા સ્થાનિક પદાધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી દુર્ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી તથા ઇજાગ્રસ્તોને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તેમજ તેમના પરિવારોને યોગ્ય સહાય મળે તે માટે સૂચનાઓ આપી હતી.

ભાજપાના પદાધિકારીઓ અને કાર્યકરોને પણ આ દુઃખની ઘડીએ ઇજાગ્રસ્તોની સાથે રહી તેમને સાંત્વના આપી તમામ પ્રકારની મદદ પહોંચાડવા સૂચના આપી હતી

Leave a Response

error: Content is protected !!