રાજનીતિ

PM મોદીના એક એલાન પર ચીનના હવાતિયા ઉડ્યા, ફોન કરીને કહ્યુ, “નિષ્પક્ષ રીતે મામલાનો નિવેડો લાવશું”

4.49Kviews

પીએમ મોદીએ ચીનને ચેતવણી આપી તકે તરત જ ચીન સીધુ દોર થઈને મીઠુ મીઠુ બોલી રહ્યુ છે. ચીને કહ્યુ કે તે ભારત સાથેના વિવાદ નિષ્પક્ષ રીતે નિવેડો લાવશે. ચીનની ચાલ અચાનક બદલી ગઈ છે. ચીનને સમજાઈ ગયુ છે કે આ 1962નું ભારત નથી આ નવું ભારત છે અને મોદીએ કહ્યુ છે તો એ કરીને જ દેખાડશે,

સીમા પર સતત તનાવ વચ્ચે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી એ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે ફોન પર વાત કરી. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે શક્ય તેટલું જલ્દીથી પાછા હટાવવાનો અને તાણ ઘટાડવાનો પ્રયાસ કરશે. ચીન ભારતની સરહદ પરની અથડામણોના મુદ્દાને ઉચિત રીતે ઉકેલવા સંમત થયું.

અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોની શહાદત અંગે ચીનને જોરદાર સંદેશ આપ્યો છે. મોદીએ રાષ્ટ્રને ખાતરી આપી હતી કે સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં પડે. તેમણે ચીનને ચેતવણી આપી હતી કે ભારત કોઈને ભડકાવતું નથી, પરંતુ જો કોઈ આપણને ઉશ્કેરે, તો તેણે મૂંઝવણમાં ના આવે. ભારત પાસે યોગ્ય રીતે જવાબ આપવાની શક્તિ છે.

Leave a Response

error: Content is protected !!