Corona Update

ખુશખબર : કોરોના વેક્સિનનું ભારતમાં ઉત્પાદન શરૂ, 100 કરોડ વેક્સિન બનાવાશે..પ્રથમ બે ટ્રાયલ રહ્યા સફળ

11.6Kviews
  • ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ AZD1222 નામથી કોરોનાની વેક્સીન તૈયાર કરી છે.
  • 2020ના અંત સુધી 40 કરોડ ડોઝ તૈયાર થઈ શકે છે. 
  • વેક્સીનનું પરીક્ષણ 18થી 55 વર્ષના 160 સ્વસ્થ લોકો પર સફળ પરિક્ષણ કરવામાં આવ્યું
  • ત્યારબાદ બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું.
  • ત્રીજા તબક્કામાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી વેક્સીન ટેસ્ટમાં બાળકો અને વૃદ્ધોને સામેલ કરી રહી છે
  • ઓગસ્ટના અંત સુધીમાં બધા જ તબક્કાઓ પુર્ણ થઈ જશે.

બ્રિટનની દવા કંપની એસ્ટ્રાજેનેકાના જણાવ્યા પ્રમાણે, તેમને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની તરફથી તૈયાર કોરોનાવાઈરસના વેક્સીનના એક લાખ ડોઝનું ઉત્પાદન શરૂ કર્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, બ્રિટન, સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે તેમજ ભારતમાં પણ આ વેક્સીનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. 

  • બ્રિટનની દવા કંપનીએ ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે 100 કરોડ વેક્સીનના ડોઝ ઉત્પાદન કરવા માટે કરાર કર્યો
  • પ્રારંભિક ટ્રાયલમાં વેક્સીનનું પરિણામ સારું રહ્યું છે
  • આગામી રાઉન્ડનું ટ્રાયલ પણ ચાલી રહ્યું છે
  • કંપની પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ સાથે મળીને 1 અબજ વેકસીન તૈયાર કરશે

એસ્ટ્રાજેનેકાના સીઈઓ પેસ્કલ સોરિઅટના જણાવ્યા પ્રમાણે, અમે વેક્સીન તૈયાર કરવાનું શરૂ કરી રહ્યા છીએ. પરિણામ આવતાની સાથે જ અમારી પાસે વેક્સીન તૈયાર હશે. જો કે, તેમાં જોખમ પણ છે કે વેક્સીન કામ નહીં કરે તો તે નકામી થઈ જશે. તેમણા જણાવ્યા પ્રમાણે, કંપની વેક્સીનનું ઉત્પાદન કરીને નફો નહીં કરે જ્યાં સુધી WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા મહામારીના અંતની જાહેરાત કરવામાં નહીં આવે. 

પેસ્કલ સોરિઅટના જણાવ્યા પ્રમાણે, તેમણે ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે એક (100 કરોડ) અબજ વેક્સીનના ડોઝ ઉત્પાદન કરવા માટે કરાર કર્યો છે. 2021 સુધી 100 કરોડ વેક્સીનના ડોઝ તૈયાર કરવાનું લક્ષ્યાંક છે. તેમજ 2020ના અંત સુધી 40 કરોડ ડોઝ તૈયાર થઈ શકે છે. 

બ્રિટિશ કંપની એસ્ટ્રાજેનેકાના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર સુધી સમગ્ર વિશ્વની ફેક્ટરીમાં વેક્સીના લાખો ડોઝ તૈયાર થઈ જશે. તે ઉપરાંત 2021ના મધ્ય સુધી 2 અબજ ડોઝ તૈયાર થશે.એસ્ટ્રાનેજેકા કંપનીએ અમેરિકા સાથે 40 કરોડ વેક્સીન સપ્લાય કરવા માટે કરાર કર્યો છે. તો બીજી તરફ બ્રિટનને 10 કરોડ વેક્સીન આપશે. જો કે, વેક્સીનનો સપ્લાય ઓક્સફોર્ડની સફળતા પર આધાર રાખે છે. 

ઓક્સફોર્ડ યુનિવર્સિટી ઓગસ્ટ સુધી વેક્સીનનું અંતિમ પરિણામ જાહેર કરી શકે છે. શરૂઆતમાં AZD1222 વેક્સીનનું પરીક્ષણ 18થી 55 વર્ષના 160 સ્વસ્થ લોકો પર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું. ત્રીજા તબક્કામાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી વેક્સીન ટેસ્ટમાં બાળકો અને વૃદ્ધોને સામેલ કરી રહી છે. આ દરમિયાન 10,260 લોકો પર વેક્સીનનું પરીક્ષણ કરવામાં આવશે. કંપની પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ સાથે મળીને 1 અબજ વેકસીન તૈયાર કરીને ભારત સહિત ઓછી આવકવાળા દેશોમાં સપ્લાય કરશે.

સૌર્સ- દૈનિક ભાસ્કર

Leave a Response

error: Content is protected !!