રાજનીતિ

બજેટમાં તમારે માટે શું છે ખાસ… કોને શું મળ્યુ વાંચો વિગતવાર

106views

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું પ્રથમ બજેટ રજુ કર્યુ. મોદી સરકારે 2.0એ તેનું બજેટ રજુ કરતા 5 ટ્રીલયન ડોલર કરતા વધુની ભારતની અર્થવ્યવસ્થા થશે તેવી રજુઆત કરી.

નિર્મલા સીતારમણે 11 વાગ્યે ભાષણ શરૂ કરતા કહ્યુ કે  વિશ્વાસ હોય તો રસ્તો બદલશે અને હવાનો સહારો લઈને પણ દિવો ચાલે છે.  નિર્મલા સીતારમણે મુખ્ય વાત કરી કે લોકોએ રાષ્ટ્રને આગળ રાખીને વોટ આપ્યો. હવે અર્થતંત્રને રીફોર્મ કરવાની વાત કરી છે. આ વખતે બજેટને ખાતાવહીનું નામ આપવામાં આવ્યું.

ગરીબ

 • 2022 સુધી દરેકને ઘરનું લક્ષ્ય. 1.95 કરોડ મકાનોનું નિર્માણ થશે. તેમાં ટોયલેટ, વિજળી અને ગેસ કનેક્શન આપવામાં આવશે.
 • જળ શક્તિ મંત્રાલય 2024 સુધી દરેક ઘરને પાણી મળે તે નક્કી કરશે.
 • આગામી પાંચ વર્ષમાં પીએમ ગ્રામ સડક યોજના અંતર્ગત 1.25 લાખ કી.મી સડકનું નિર્માણ થશે. તેના પર 80250 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
 • ગામડાઓને બજારથી જોડતાં રસ્તાઓ અપગ્રેડ થશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત દરેક ગામમાં કચરા પ્રબંધનની વ્યવસ્થા હશે.

 

મહિલાઓ

 • નારી તૂ નારાયણી યોજન લૉન્ચ થશે. એક કમિટી બનશે જે દેશના વિકાસ અને ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી વધારવા પર સલાહ રાખશે
 • જનધન બેંક ખાતા ધરાવતી મહિલાઓને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે.
 • સેલ્ફ હેલ્પ ગ્રુપમાં કામ કરનારી કોઇ એક મહિલાને મુદ્રા સ્કીમ અંતર્ગત 1 લાખ રૂપિયાની લોન મળી શકશે.

ખેડુત

 • આગામી 5 વર્ષમાં 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના કરવામાં કરવામાં આવશે
 • જીરો બજેટ ખેતી પર ભાર મૂકવામાં આવશે. આનાથી ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ પૂરો થશે.
 • અનાજ, કઠોળ, તેલીબિયાં, ફળો અને શાકભાજીના પર્યાપ્ત ઉત્પાદન અને નિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે

 

નોકરિયાત

 • 45 લાખ રૂપિયા સુધીના હોમ લોનના વ્યાજ પર છૂટની મર્યાદા 3.5 લાખ રૂપિયા કરવામાં આવી જે પહેલા 2 લાખ હતી
 • 120 કરોડથી વધુ લોકો પાસે આધાર કાર્ડ છે. જેમની પાસે પાન કાર્ડ નથી તેઓ આધારથી ઇન્કમ ટેક્સ ભરી શકે છે.
 • ઇલેક્ટ્રીક વાહન ખરીદવા માટે જો લોન લીધી હશે તેનું વ્યાજ ચૂકવવા પર ઇનકમ ટેક્સમાં1.5 લાખ રૂપિયાની છૂટ મળશે
 • 2 કરોડથી 5 કરોડ સુધી વાર્ષિક આવક ધરાવનાર પર સરચાર્જ વધારીને 3 ટકા જ્યારે 5 કરોડથી વધુ વાર્ષિક આવક પર સરચાર્જ વધારીને 7 ટકા કરવામાં આવશે.

કોર્પોરેટ

 • હવાઇ ક્ષેત્ર, એવિએશન, વીમા ક્ષેત્રમાં એફડીઆઇ વધારવાની સંભાવના શોધવામાં આવશે
 • મધ્યવર્તી વીમા સંસ્થાનોમાં 100 ટકા એફડીઆઇની મંજૂરી
 • સિંગલ બ્રાંડ રિટેલમાં નિવેશના માપદંડોને સહેલા કરવામાં આવશે
 • સ્ટેંડ અપ સ્કીમ અંતર્ગત મહિલાઓ, એસસી- એસટી ઉદ્યોગકારોને લાભ
 • એમએસએમઇ માટે 350 કરોડ રૂપિયાનું ફાળવણી. તેના માટે ઓનલાઇન પોર્ટલ પણ શરૂ થશે.
 • પ્રધાનમંત્રી કર્મયોગી માનધન યોજનામાં 1.5 કરોડ રૂપિયાથી ઓછો વેપાર કરતા રિટેલર્સને પેન્શનનો લાભ
 • 59 મિનિટમાં નાના દુકાનદારોને લોન આપવામાં આવશે.
 • પીપીપી દ્વારા મેળવેલા નિવેશથી રેલવેનો વિકાસ થશે તેમજ ફ્રેટ સર્વિસ શરૂ કરવામાં આવશે

Leave a Response

error: Content is protected !!