રાજનીતિ

હિમાચલ- કુલ્લુમાં 500 મીટર ઉંડી ખીણમાં બસ ખાબકી, 20ના કમકમાટી ભર્યા મોત,

131views

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 યાત્રિકોના મોત નિપજ્યાં છે. જ્યારે કે 35થી વધુ લોકો ગંભીર છે. પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. સ્થાનિક પ્રસાશન ઘાયલોની સારવાર કરાવી રહ્યું છે પરંતુ ઘાયલોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. દરમિયાન કુલ્લુના ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં મૃતાંક વધે તેવી શક્યતા છે. અનેક લોકો બસના કાટમાળ નીચે ફસાઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક લોકો બસની છત પર પણ બેઠા હતા.

બસ કુલ્લુ જિલ્લાનાં બંજારથી એક કિલોમીટર આગળ ભિયોઠ નજીક 500 ફુટ ઉંડી ખાઇમાં ખાબકી હતી. બસ કુલ્લુથી ગાડાગુશૈણી તરફ જઇ રહી હતી. જેમાં આશરે 50 લોકો બેઠેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ખાઇથી ઘાયલોને કાઢવા માટે પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે.

જો કે નદીમાં ધસમસતું પાણી વહી રહ્યું હોવાનાં કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે. સ્થાનિકોની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલું છે.

દુર્ઘટના એટલી ભયાનક હતી કે બસનાં ચિથરા ઉડી હતી. દુર્ઘટનામાં જે લોકો બચ્યા છે તેમનું કહેવું છે કે આટલી મોટી દુર્ઘટના થવા છતા અમે જિવિત બચી ગયા તે ચમત્કારથી ઓછું નથી. દુર્ઘટનામાં ઘાયલ 12 મહિલાઓ, 6 યુવતીઓ અને 7 બાળકો તથા 10 યુવકોને રેસક્યું કરવામાં આવ્યા છે. જેમાં કેટલાકની સ્થિતી ગંભીર છે. ઘટના સ્થળ પર તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ પહોંચી ચુકી છે.

રિપોર્ટ મુજબ આ દુર્ઘટના લગભગ 4 વાગ્યે થઈ હતી. રસ્તાનો આ વણાંક ખતરનાક છે. જ્યાં બસને પાછળ લઈ ગયા બાદ જ ટર્ન મારી શકાય છે. ત્યારે આવા પ્રયાસ કરતાં બસ ખીણમાં પડી ગઈ. ખીણની પાસે નદી પણ છે. 48 સીટવાળી આ બસમાં લગભગ 60 લોકો સવાર હતા.

Leave a Response

error: Content is protected !!