વિકાસની વાત

ભારતીય આઈટી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર બિઝનેસમેન થશે રિટાયર, કરશે આ કામ

123views

આઈટી કંપની ક્ષેત્રના દિગ્ગજ અઝીમ પ્રેમજી જે વિપ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેન છે તેઓ 30 જૂલાઈ રિટાયર થશે. કંપનીએ એક નિવેદમાં જણાવ્યું કે, રિટાયપ થયા પછી અઝીમ પ્રેમજી બોર્ડ ઓિ ડિરેક્ટર્સમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ફાઉન્ડર ચેરમેનના પદ પર યથાવત રહેશે.

ગુરુવારે વિપ્રો દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું કે, અઝીમ પ્રેમજીનો દીકરો રિશદ પ્રેમજી(41) તેમના પિતાના સ્થાને એક્ઝિક્યુટીવ ચેરમેનનું પદ સંભાળશે. તેઓ અત્યારે કંપનીમાં ચીફ સ્ટ્રેટજી ઓફિસર અને બોર્ડ મેમ્બર છે અને કંપની બોર્ડનાં સભ્ય પણ છે.

કંપનીએ નિવેદનમાં કહ્યું કે,દેશમાં ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીને ઉભી કરનારાઓમાંથી એક અને વિપ્રોના લિ.ના ફાઉન્ડર અઝીમ પ્રેમજીનો કાર્યકાળ 30મી જુલાઈ 2019ના રોજ સમાપ્ત થઈ જશે.અને તેઓ છેલ્લા 53 વર્ષથી વિપ્રોનું નેતૃત્વ કરી રહ્યાં છે. તે સિવાય વિપ્રોએ પોતાના નિવેદનમાં માહિતી આપી કે, અત્યારના સીઈઓ આબિદ અલી નીમચવાલાવે સીઈઓની સાથે એમડી પદની જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ ફેરફાર શેરહોલ્ડર્સની મંજરૂ બાદ 31મી જુલાઈથી લાગુ કરવામાં આવશે.

અઝીમ પ્રેમજીએ જણાવ્યું કે, અમે એક લાંબી અને સંતોષકારક સફર પસાર કર્યો છે. અને ભવિષ્યમાં તેઓ દાનવીર પ્રવૃતિઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. અને રિશદની નેતૃત્વની ક્ષમતા પર તેમને પૂરો વિશ્વાસ છે કે તેઓ ભવિષ્યમાં વિપ્રોની સફળતામાં મહત્વની ભૂમિકા નિભાવશે. જો કે તમને જણાવી દઈએ કે અઝીમ પ્રેમજીને લોકો દાનવીર તરીકે પણ ઓળખે છે અને ભારતીય આઈટી ક્ષેત્રે તેમને મહત્વનું યોગદાન આપ્યું છે.

Leave a Response

error: Content is protected !!