જાણવા જેવુરાજનીતિ

ગુજરાત પેટાચૂંટણી : શાંતિપુર્વક શરૂ થયું મતદાન, 6 ઉંમેદવારોનું ભાવિ આજે નક્કી થશે

91views

ગુજરાત વિધાનસભા અંતર્ગત આજે 6 બેઠક પર ચૂંટણી છે ત્યારે તેની શરૂઆત શાંતિપૂર્વક થઈ ચુકી છે જોકે શું શું તૈયારીઓ આ ચૂંટણીને લઈને કરવામાં આવી છે ચાલો નાખીયે એક નજર

ગુજરાત વિધાનસભા અંતર્ગત રાધનપુર બેઠક પરના મતદાનને લઈને તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રાધનપુરમાં કુલ 2 લાખ 69 હજાર 891 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાંથી 1,40,291 પુરૂષો અને 1,29,548 સ્ત્રી જ્યારે 3 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે.

 

રાધનપુર બેઠક માટે કુલ 326 બુથ છે જેમાં રાધનપુરમાં 136, સાંતલપુરમાં 110 અને સમીમાં 80 મતદાન મથક ગોઠવવામાં આવ્યા છે. રાધનપુર વિધાનસભામા 82 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે, ત્યારે કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પાટણ એસપીની સાથે 3 ડીવાયએસપી, 15 પીએસઆઇ, હોમગાર્ડ પોલીસ, મહિલા પોલીસ એસઆરપી-સીઆરપીએફ સહિત પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે.

ચૂંટણીમા વાહન વ્યવસ્થાની વાત કરીએ તો 50 થી વધુ એસટી તેમજ નાના વ્હીકલ મળી 250 જેટલા વાહનોનો સમાવેશ થાય છે. ચૂંટણીલક્ષી કામગીરીની વાત કરીએ તો એક ઓબ્ઝર્વર, પ્રિસીન્ડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, સેવક સહિત કુલ 1300 જેટલા કર્મચારીઓ ચૂંટણીની કામગીરી બજાવશે.

 

બાયડમાં સાત ઉમેદવાર મેદાનમાં
ચૌહાણ દોલતસિંહ જગતસિંહ- NCP
ઝાલા ધવલસિંહ નરેન્દ્રસિંહ- ભાજપ
પટેલ જશુભાઇ શિવાભાઇ- કોંગ્રેસ
પટેલ કિર્તીકુમાર બબાભાઇ- અપક્ષ
પટેલ કેશવલાલ ગંગારામભાઇ- અપક્ષ
પટેલ મનહરભાઇ અંબાલાલ- અપક્ષ
ખાંટ રાજુભાઇ- અપક્ષ

ખેરાલુ બેઠક પર ચાર ઉમેદવાર મેદાનમાં
અજમલજી વલાજી ઠાકોર- ભાજપ
બાબુજી ઉજમજી ઠાકોર- કોંગ્રેસ
પથુજી છગાજી ઠાકોર- એનસીપી
જરીનાબેન નાગજી ઠાકોર- અપક્ષ
થરાદ બેઠક પર સાત ઉમેદવાર મેદાનમાં
જીવરાજભાઇ જગતાભાઇ પટેલ- ભાજપ
પુંજાભાઇ નવાભાઇ રબારી- એનસીપી
ગુલાબસિંહ પીરાભાઇ રાજપુત- કોંગ્રેસ
ઇશ્વરભાઇ હરસેંગાભાઇ પટેલ- અપક્ષ
ભરતકુમાર ખેમાભાઇ ચરમટા- અપક્ષ
સેધાભાઇ વાઘાભાઇ પરમાર- અપક્ષ

Leave a Response

error: Content is protected !!