રાજનીતિ

સી. આર. પાટીલનું ભાજપના નવા સંગઠનને લઈને શું છે ગણિત જાણો Exclusive Report

737views

સુરતના પ્રમુખ સી.આર.પાટીલ બની જતા જ હવે ભાજપના માળખામાં તળિયાઝાટક ફેરફાર નિશ્ચિત બન્યો છે.કેમ કે હાલના શહેરના ભાજપ સંગઠનના નેતાઓ અને સી.આર જૂથ વચ્ચે સંકલન નહીં હોવાની વાત જગજાહેર છે.એક રીતે સી.આર.જૂથ જ હાવી હોવાનું નિશ્ચિત છે.તો શહેરના ક્યાં વિશ્વાસુને ક્યાં ચાવીરૂપસ્થાને બેસાડવાએ સોંગઠા ગોઠવવામાં આવી રહ્યા છે.આ દરમિયાન મનપાની આવનાર ચૂંટણી પાટીલ માટે એસિડ ટેસ્ટ ઉપરાંત એક સમયના ગઢ એવા પાટીદાર વિસ્તારોમાં ભાજપે ખોયેલી પ્રતિષ્ઠા પુન: સ્થાપિત કરવાનો મોકો પણ છે.

સુરતના કાર્યકરો સાથે સંવાદ કરતા સી.આર.પાટીલે જણાવ્યું કે,શહેરમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નવા વોર્ડ સીમાંકન પ્રમાણે યોજવાની છે ત્યારે સુરત શહેર ભાજપ સંગઠન પણ હાલ કરતા વધુ મજબૂત કરવામાં આવશે.પાટીદાર વોર્ડ અંગે સી.આર.પાટીલે નિવેદન આપ્યું કે ,’શહેરના જે વોર્ડમાં પાટીદાર મતદારોનું પ્રભુત્વ વધારે છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોંગ્રેસની ડિપોઝીટ જપ્ત થાય એટલા માટે મત મેળવીને વિજેતા બનશે.
વધુમાં તેઓએ જણાવ્યું કે,ગઈ કાલની રેલી ભલે રદ થઈ પરંતુ પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને તમામ કાર્યકરોને વોર્ડ પ્રમાણે મળવાની ઈચ્છા હોવાથી સોશિયલ ડિસ્ટન્સ રાખી વોર્ડ મુજબ બેઠક કરી સંગઠનના માળખાને વધારે મજબૂત બનાવશે.ભાજપના કાર્યકરોમાં હાલ ઉત્સાહ બેવડાયો છે.નવી રણનીતિ અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી કાર્યકરો ફિલ્ડ વર્ક કરે એવો વિશ્વાસ પણ સી.આર.પાટીલે વ્યક્ત કર્યો હતો.

Leave a Response

error: Content is protected !!