રાજનીતિ

આવતાવેંત જ સી.આર પાટીલની સિક્સર, ખોટી રીતે આંદોલન કરાવનાર માટે સી.આર. પાસે છે માસ્ટર પ્લાન

858views

ગુજરાતમાં સી.આર.પાટીલ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનતા કોંગ્રેસે બિનગુજરાતી મામલો ઉઠાવી હંગામો મચાવ્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને જ્યારે પેટા ચૂંટણી અંગે પુછવામાં આવ્યુ તો મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રાજ્યમાં પેટાચૂંટણી માટે ભાજપ નહિ પણ કોંગ્રેસ જવાબદાર છે. વધુમાં કહ્યુ કે પાર્ટીના અહિત મારા ધ્યાનમાં આવશે તો મારે કડક બનવું પડશે. પાર્ટીનું હિત સાચવવું મારી જવાબદારી છે. એક મહિના કરતા ઓછા સમયમાં પ્રદેશનું નવું માળખું બનાવવામાં આવશે. સંગઠન વધારેને વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરશે. રાજીનામુ આપનાર તમામ નેતાઓ ભાજપમાં જોડાયા નથી પણ મદદરૂપ થાય તેવા કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાયા. આગામી ચૂંટણીમાં ટેક્નોલોજીનો ઉપયોગ થતો જોવા મળશે

તો ખોટી રીતે આંદોલન કરીનેના મુદ્દા પર સી,આર પાટીલે કહ્યુ કે જો આંદોલન કરીને સરકાર પાડવાનો કોઈનો ઈરાદો હોય તો મારી પાસે 197 એવા મુદ્દા છે જેના ઉપયોગથી સરકાર પડતા બચાવી શકાય એટલે કે કોઈ ખોટા હોય તો તેને છત્તા કરી શકાય.

Leave a Response

error: Content is protected !!