જાણવા જેવુ

સવાયા ગુજરાતી સી.આર. લોકોના દિલમાં વસેલા નેતા, કોરોના જેવી અનેક મુશ્કેલીમાં લોકોના પડખે ઉભેલા સામાન્ય કાર્યકર

850views

એક સામાન્ય કાર્યકર જે લોકોની દરેક સમસ્યામાં લોકોની પડખે ઉભા રહ્યા છે અને રાત દિવસ લડ્યા છે. આજે લોકોમાં વસી ગયેલુ આ નામ ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પ્રસિદ્ધ છે.

સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને ગોવિંદા સમિતિની સ્થાપનામાં એમની ભૂમિકા પાયાના પથ્થરની છે. આજ નહિ આના જેવા અનેક પ્રકારના વ્યવસાયિક અને સામાજિક સંગઠનોની રચના અને સંચાલનની જવાબદારી નિભાવી ચુક્યા છે. સામાજિક કાર્યોમાં એ સદા અગ્રેસર રહ્યા છે. વર્ષ ૧૯૯૧મા નવગુજરાત ટાઈમ્સ નામના દૈનિકની શરૂઆત કરી ત્યારે અખબારી જગતમાં અનેક કંપનો સર્જાયેલા. પત્રકારત્વની આગવી ભૂમિકા સાથે શરુ થયેલા આ અખબારે અનેક પત્રકારોનું ઘડતર કર્યુ હતું. એવી જ રીતે ચેનલ આઈવિટનેસનું નામ પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતું હતું.

કોરોના સામે લડવા બદલ મળ્યું છે સન્માન

કોવિડ-19ના પગલે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનમાં સુરતના લગભગ 400 જેટલા યુવાનોએ લોકોને રાશન કીટ પહોંચાડવું કે ઓનલાઈન રેલ ટીકીટનું બુકીંગ કરવી દેવું, પરમિશન માટે અરજી કરવી સહિત અનેક કામગીરી કરી સેવાની એક અનોખી મિસાલ પુરી પાડી છે. સાંસદ સી.આર. પાટીલની ઓફિસમાં જ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમની મદદથી જ આ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરી બદલ તેમને ઓનલાઈન સન્માન પણ મળ્યું છે.

કોરોના સામે લડવા સુરતને એક કરોડની ગ્રાંટ આપી તો નવસારીને 50 લાખની

સુરત અને નવસારીમાં વેન્ટિલેટર સહિત અનેક મેડિકલ વસ્તુઓની અછત નાસર્જાય તે માટે તાત્કાલિક ઘોરણે તેમને સુરત અને નવસારીના કલેક્ટરને મદદ મોકલી હતી.

સુરતના પરપ્રાંતિઓની મદદે આવ્યા સી આર પાટીલ

કેન્દ્ર સરકારના પરપ્રાંતિયોને પોતાને વતન પહોંચાડવાના અને ગુજરાતીઓને પરત લાવવાના નિર્ણય બાદ બિનગુજરાતીઓ પોતાના વતત જવા માટે ઉમટી પડ્યા હતી. ત્યારે ક્યાંક તેમનો ગેરલાભ લેવાઈ રહ્યો હતી તો ક્યાંક તેમની પાસે પુરતી પરમીટ ન હોવાને કારણે અટવાઈ પડવાનો વારો આવ્યો હતો. સાસંદ સીઆર પાટીલે આ તમામ પ્રવૃત્તિમાં લોકોને તે મદદ કરી હતી. રાજસ્થાનન ઉત્તર પ્રદેશ સહિતના શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવામાં સી આર પાટીલ આગળ આવ્યા હતા.

કોરોનાના ઈંજેક્શનની અછતને લઈને કેન્દ્ર સરકારને રજુઆત કરી

તો આ સિવાય ટોસિલિઝુમેબ ઈન્જેકશનની ગુજરાતમાં અછત ન પડે તે માટે સી આર પાટીલે કેન્દ્ર સરકારને પત્ર લખીને ઈન્જેક્શન પહોંચાડવા કહ્યુ હતુ. આમ સી આર પાટીલ કોરોનાની લડાઈમાં સતત પ્રજાના પડખે ઉભા રહ્યા છે અને દરેક પ્રશ્નોને વાચા આપી છે.

Navsari C R Patil gets online certificate for good work during ...
સાંસદ સી.આર. પાટીલને કોરોના દરમિયાન કામગીરી બદલ મળ્યું સન્માન

અનેક યોજનાઓને આગળ ધપાવવામાં સિંહફાળો
1989માં સી. આર પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ હતી. સામાજિક કાર્યોને પગલે સરળતાથી લોકચાહના મેળવી થવાતા ગયા હતા. અનેક સંસ્થાઓના વિવિધ પદો પર કામગીરી કરી આગળ ધપતા ગયા હતા. સુરત હોય કે નવસારીનો વિસ્તાર કોઈપણ પ્રશ્ન માટે તેઓ સદા અગ્રેસર હોય છે. ગુજરાત ભાજપની અનેક યોજનાઓને આ વિસ્તારમાં આગળ ધપાવવામાં સિંહફાળો આપે છે.

ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ
2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજયી બની આ બેઠક ભાજપને જ અપાવી હતી. ત્યારબાદ ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.

ચીખલી ગામની કરી નાખી કાયા પલટ

સી. આર. પાટીલે ચીખલી ગામને દત્તક લઈને સૌથી ઝડપી આદર્શ ગામ બનાવ્યું હતું. સાંસદ કપીરે એખ ગામ દત્તક લઈને તેને આર્દશ ગામ બનાવવામાં સી. આર.એ ચીખલી ગામને દત્તક લીધુ હતું. આજે ચીખલી ગામમાં તમામ પાયાની સુવિધાઓની સાથે માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને ચીખલી ગામની કાયા પલટ કરી નાખી.

મોબાઈલ કચેરી ઉભી કરી

આ સિવાય તેમને મોબાઈલ કચેરી પણ શરૂ કરી હતી જેથી દરેક મતવિસ્તારમાં લોકોની સમસ્યા સરળતાથી જાણી શકાય. આમ દરેક લોકોની સમસ્યા જાણવા તેઓ ડોર ટુ ડોર પહોંચ્યા છએ.

ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની નિમણૂક થઇ છે ત્યારે નવસારી મહાનગર પાલિકાના સ્વપ્ન સેવાયું નથી અને નવસારી-વિજલપોર સયુંકત પાલિકા બની છે. પરંતુ શહેરીજનો, રાજકીય આગેવાનો સાથે ઉધોગપતિઓ અને બિલ્ડરોમાં ફરી એકવાર નવસારીને મહાનગર પાલિકા બનવાની માંગ સાથે સૂરત-નવસારી ટવીન સીટી તેમજ નવસારીના વિકાસનો ઉદયના કિરણોનો પ્રકાશ ફેલાવવાની ચર્ચાઓ જોવા મળી છે.
દેશના ઊઘોગ જગતના ભીષ્મપિતામહ એવા જમશેદજી તાતા અને બ્રીટનની પાર્લામેન્ટના પહેલા ભારતીય સાંસદ દાદાભાઈ નવરોજજીના જન્મભુમિ નવસારી સાંસદ સી.આર.પાટીલની રાજકીય કુનેહ અને કુટનીતિ પર દેશભરના રાજકીય વિષ્લેષકોની નજર રહેશે.

Leave a Response

error: Content is protected !!