રાજનીતિ

ભાજપનો માસ્ટર સ્ટ્રોક નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વરણી, જાણો તેમની રાજકીય કારકિર્દી

2.44Kviews

ચંદ્રકાંત રઘુનાથ પાટીલ દક્ષિણ દુજરાતના ભાજપના કદાવર નેતાને ભાજપે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરી છે. આ સાથે જ ભાજપે માસ્ટર સ્ટ્રેક ખેલ્યો છે. હાલ પેટા ચૂંટણી અને કોરોના વચ્ચે એક સીનિયર નેતા તરીકેની જરૂરિયાત હતી. તો ચાલો જાણીએ કોણ છે સી. આર. પાટીલ

  • સી.આર.પાટીલ નવસારીથી સાંસદ છે
  • તે 2 ટર્મથી સતત લોકસભાના સાંસદ રહ્યા છે
  • ડિસેમ્બર 1989માં ભાજપમાં જોડાયા હતા
  • 2014 માં કોંગ્રેસના મકસુદ મિર્ઝાને સૌથી મોટી હાર આપી હતી
  • અન્યાય સામે અવાજ ઉઠાવવા સરકારી નોકરી છોડી હતી
  • પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ લેનારએ સમગ્ર દેશમાં પ્રથમ હતા
  • સુરતની આઈટીઆઈ માં આભ્યાસ કર્યો
  • તેમણે મોબાઈલ કચેરી શરુ કરી હતી
  • તેમણે ચીખલી ગામને દત્તક લઈ ગામની કાયા પલટ કરી નાખી

એમનું નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ પરંતુ પેહલા સુરત અને હવે આખો દેશ એમને સી.આર.પાટીલના નામથી જ ઓળખે છે. સતત અને સખત પરિશ્રમ થકી આજે નવસારી લોકસભા વિસ્તારમાંથી બીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.

C.R. PAATIL

એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે ૧૬ માર્ચ ૧૯૫૫ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો. શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની આઈટીઆઇમા અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૭૫માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા. સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહિ. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતુ નહિ. એ મુદ્દો લઈને સી.આર.પાટીલએ ૧૯૮૪મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહિ અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને એમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલએ પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા.

Navsari C R Patil gets online certificate for good work during ...
નવસારીનાં સાંસદ સી.આર. પાટીલને કોરોના દરમિયાન કામગીરી બદલ મળ્યું સન્માન

એ પછી જીવન સંઘર્ષ તો ચાલુ રહ્યો. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને ગોવિંદા સમિતિની સ્થાપનામાં એમની ભૂમિકા પાયાના પથ્થરની છે. આજ નહિ આના જેવા અનેક પ્રકારના વ્યવસાયિક અને સામાજિક સંગઠનોની રચના અને સંચાલનની જવાબદારી નિભાવી ચુક્યા છે. સામાજિક કાર્યોમાં એ સદા અગ્રેસર રહ્યા છે. વર્ષ ૧૯૯૧મા નવગુજરાત ટાઈમ્સ નામના દૈનિકની શરૂઆત કરી ત્યારે અખબારી જગતમાં અનેક કંપનો સર્જાયેલા. પત્રકારત્વની આગવી ભૂમિકા સાથે શરુ થયેલા આ અખબારે અનેક પત્રકારોનું ઘડતર કર્યુ હતું. એવી જ રીતે ચેનલ આઈવિટનેસનું નામ પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતું હતું.

સી. આર. પાટીલે ચીખલી ગામને દત્તક લઈને સૌથી ઝડપી આદર્શ ગામ બનાવ્યું હતું આ સિવાય તેમને મોબાઈલ કચેરી પણ શરૂ કરી હતી જેથી દરેક મતવિસ્તારમાં લોકોની સમસ્યા સરળતાથી જાણી શકાય

Leave a Response

error: Content is protected !!