વિકાસની વાત

પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ‘પોલીસવાલા નેતા’ની ઈમેજ ધરાવતા સી.આર. પાટીલે શું કહ્યુ ?

369views

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યુ છે કે

એક સામાન્ય માણસને પણ મોટી જવાબદારી મળે તે ભાજપમાં શક્ય છે. મને મંચ પર બોલાવીને સીએમ ની બાજુમાં બેસાડી દેવાય એ ભાજપમાં શક્ય છે. મે ક્યારેય કલ્પના નહતી કરી કે આટલી મોટી જવાબદારી મળશે. ગુજરાત ભાજપ મજબૂત છે, અને વધારે મજબૂત કરીશું. છેલ્લે બેસતા કાર્યકરને આગળ સ્ટેજ પર બેસાડ્યો એજ ભાજપની ઓળખ છે. ભાજપમાં લોકતંત્ર છે. ભાજપમાં લોકશાહી સલામત છે

મુખ્ય મુદ્દા ટુંકમાં…

મને જવાબદારી સોંપવા બદલ આભાર
કાર્યકરમાંથી પ્રદેશ પ્રમુખ બનવું એ ભાજપમાં જ શક્ય છે કોંગ્રેસમાં નહિ
લોકોને કોંગ્રેસ પાસે કોઈ અપેક્ષા નથી
ભાજપમાં ક્યારેય કોઈ પદ માટે લાઈન લગતી નથી
જે જવાબદારી મળે તે પુરી કરવા સક્ષમ બનવું જોઈએ
ઘણીબધી મુશ્કેલીઓમાંથી આપણે પસાર થયા
નરેન્દ્ર મોદી ના હોત તો કોરોનાના વ્યાપ વધુ હોત, સમયસર લોકડાઉન થયું ના હોત તો પરિસ્થિતિ ખરાબ હોત , પીએમ મોદીના નિર્ણયથી બચ્યા
પીએમ મોદીએ 400 જેટલી યોજનાઓ શરુ કરી
મોદીજીએ ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરવાનું શીખવાડ્યું
પોલીસમાં નોકરી કરી એટલે શિસ્તની આદત છે
ડર રાખ્યા વગર કામ કરવાની પદ્ધતિ ભાજપમાં અને સરકારમાં શક્ય છે
ગુજરાતનો કાર્યકર જે પદ્ધતિ અમલમાં મૂકે છે રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય છે

Leave a Response

error: Content is protected !!