રાજનીતિ

મંત્રીઓની કેબિનેટ બેઠક:પેન્ડિંગ ફાઇલોનો રિપોર્ટ આપવા સીએમ રૂપાણીનું મંત્રીઓને અલ્ટીમેટમ

113views

સીએમ વિજય રુપાણીએ નોન કરપ્ટ સરકાર તરીકે પ્રસ્થાપિત થવાનું લક્ષ્ય રાખ્યું છે. સત્તા પર આવ્યા બાદ એ જ દિશામાં તેઓ સતત આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો પણ નીચલા લેવલે વહીવટી તંત્ર ખાડે ગયું હોવાના અને અધિકારીઓ મંત્રીઓ ફાઇલો દબાવી રાખતા હોવાના અહેવાલો મળતા સીએમ રુપાણીએ હવે દર મહિનાની પહેલી કેબિનેટમાં તમામ મંત્રીઓને પેન્ડિંગ ફાઇલોનું લિસ્ટ આપવા અને કયા કારણોસર ફાઇલો પેન્ડિંગ રહી તે કારણો સહિત રજૂ કરવા ફરમાન કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે સીએમ ડેસ્ક બોર્ડ દ્વારા તમામ વિભાગની કાર્યવાહી ઉપર સીએમ રુપાણી ખૂદ નજર રાખી રહ્યા છે. સાથે-સાથે નીચલા લેવલેથી પણ ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવી રહ્યા છે. સીએમના આદેશ સાથે જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. હવેથી દરેક વિભાગના વડા તેમજ ખાતાના વડાએ તેના મંત્રીને પેન્ડિંગ ફાઇલોનો રિપોર્ટ આપવો પડશે અને મંત્રીએ આ રિપોર્ટ સીએમને આપવો પડશે.સીએમના ફરમાન સાથે જ મંત્રીઓ અને અધિકારીઓમાં હડકંપની સ્થિતિ છે. અત્યાર સુધી એવું બનતું હતુ કે કેટલાય અધિકારીઓ અથવા મંત્રીઓ ફાઇલો દબાવીને બેસી જતા હતા. આજ કારણે લોકોનાં કામો અટકી જતા હતા. હવે વહીવટી તંત્ર ખાડે ગયું હોવાના અહેવાલો રુપાણી પાસે પહોંચતા હવે તેમણે કડક વલણ અપનાવ્યું છે.

સામાન્ય રીતે જે મંત્રીઓ પાસે વધુ ખાતાઓ છે તેવા મંત્રીઓ પાસે હાલ સૌથી વધુ ફાઇલો પેન્ડિંગ છે. સૂત્રોનુ માનીયે તો હાલ રેવન્યૂ તેમજ નાણા વિભાગની ફાઇલો સૌથી વધુ પેન્ડિંગ હોવાના અહેવાલો છે. રેવન્યૂ વિભાગ હાલ કૌશિક પટેલ સંભાળી રહ્યા છે, જયારે નાણાં વિભાગ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે છે.

Leave a Response

error: Content is protected !!