વિકાસની વાત

સફળ થયું સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન, નદીમાં કચરો ફેંકનારાને દંડ કરાશે

109views

મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સાબરમતી નદીની સફાઈનું મહાઅભિયાન રવિવારે પૂર્ણ થયું હતું. પાંચ દિવસના આ અભિયાનમાં 60 હજાર લોકો જોડાયા હતા અને 500 ટન કચરાનો નિકાલ કરાયો હતો. આ અભિયાન પછી હવે નદીને જોડતા 6 બ્રિજની બંને સાઈડે ત્રણ ત્રણ સીસીટીવી કેમેરા લગાવી નદીમાં કચરો ફેંકનારાને પકડવામાં આવશે અને તેમની પાસેથી મોટી રકમનો દંડ વસૂલ કરવામાં આવશે.

ઉપરાંત નદીમાં પૂજાપાની કોઈપણ સામગ્રી ફેંકનારા પાસેથી રૂ.200 થી 500 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે. જ્યારે બ્લકમાં નદીમાં કચરો ઠાલવનારને 50 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. નગીમાં કચરો ફેંકવામાં ન આવે તે માટે 6 બ્રિજ ખાતેની બંને બાજુએ સીસીટીવી કેમેરા ઉપરાંત જોઈન્ટ એન્ફોર્સમેન્ટ (જેટ)ની ટીમને તહેનાત કરવામાં આવશે. કોઈપણ રીતે નદીમાં કચરો ફેંકનારને છોડવામાં નહીં આવે તેવું કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું.

નદીમાં પૂજાપાની સામગ્રી પધરાવવા અંગો લોકોની આસ્થા જોડાયેલી છે જેના કારણે રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમના 22 કિલોમીટરના પટ્ટામાં પૂજાપાની સામગ્રી પધરાવી શકાય તેવા સ્પોટ બનાવવામાં આવશે. જો કે, આ સ્પોટ ક્યા અવે કેટલી સંખ્યામાં બનાવવા તે અંગે વિચારણા ચાલી રહી હોવાનું મ્યુનિ. સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, 500 ટન કચરામાંથી 65 ટકા એટલે કે 325 ટન માત્ર ચૂંદડી, પૂજાના કપડા, નાળિયેર અને ભગવાનના ફોટો હતા. જ્યારે 20 ટકા કચરો પ્લાસ્ટિકના ઝભલાવો હતો જ્યારે 10 ટકા લાકડું હોવાનું સૂત્રોનું કહેવું છે.

Leave a Response

error: Content is protected !!