અફઘાનિસ્તાનના હેરાતની ગુજરગાહ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં ઈમામ સહિત 15 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગુજરાત રમખાણો સાથે જોડાયેલ ષડયંત્ર મામલે ધરપકડ થયેલ એક્ટિવિસ્ટ તીસ્તા શીતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. શુક્રવારે ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની બેન્ચમાં લગભગ 1 કલાકને 10 મીનિટથી વધારે સમય સુધી સુનાવણી થઈ હતી.
અમદાવાદઃ નવરાત્રીને લઈને ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્ય આયોજન થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય દિગ્ગ્જોના આંટાફેરા વધી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા માલધારી સમાજના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. સુરતમાંથી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આ મામલે ખાતરી આપતા માલધારી સમાજે આંદોલન સમેટી લીધું હતું.
શ્રાદ્ધની શરૂઆત થવામાં ગણતરીના દિવસો જ બાકી છે. પૂર્વજોને યાદ કરવા અને તેમના આત્માને શાંતિ આપવા માટે આ સમય દરમિયાન પિંડ દાન, શ્રાદ્ધ કરવામાં આવે છે. જેથી તેમની કૃપા બની રહે અને તેમના આશીર્વાદથી જીવનમાં સફળતા, સુખ અને સમૃદ્ધિ આવે.
અમેરિકાએ કહ્યું છે કે અમે G7 દેશો દ્વારા જાહેર કરાયેલા રશિયન તેલ પર કિંમત મર્યાદા લાદવાના નિર્ણયને ઝડપથી લાગુ કરીને પુતિનની મનસ્વીતાને રોકીશું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલમાં જણાવાયું હતું કે, અરુણાચલ પ્રદેશના દિબાંગ ઘાટી જિલ્લામાં 100 ટકા નમૂનાઓ સંક્રમિત જોવા મળ્યા હતા.
જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ મહેસાણા એ અને બી ડિવિઝન, તાલુકા, વિજાપુર, કડી અને સતલાસણા તેમજ સાંથલ પોલીસ મથકમાં ફરજ બજાવતા 9 પીએસઆઇની બદલી કરી છે.
બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુને હવે મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે. મણિપુરમાં જેડીયુના પાંચ ધારાસભ્યો સત્તાધારી ભાજપમાં જોડાયા છે.