જાણવા જેવુ

હવે હોટલની જેમ ગુફાનું પણ ઓનલાઈન બુકિંગ શક્ય

145views

મોદીજી યે કેદારનાથ ગુફામાં રાત ભર ધ્યાન લગાવી ને ગુફાને વિશ્વભરમા ખ્યાતિ અપાવી દીધી છે. મોદીજી પહેલા પણ આ ગુફામાં રહી ચુક્યા છે પણ ભારતના પ્રધાનસેવક તરીકે પહેલી વખત રહ્યાં છે.

હવે કેદારનાથ ધામમાં આ ગુફા સૌનું આકર્ષણ બની ચુકી છે. ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયુ છે. આ ઉપરાંત ત્યાં બીજી 4 ગુફાનું સમારકામ પ્રગતિમાં છે. અને નવી ગુફાઓ પણ બનાવવામાં આવશે જેથી કરીને વધુ સંખ્યામાં શ્રદ્ધાળુ ત્યાં રહી શકે.

આ ગુફા વિશે વિસ્તૃતમા વાત કરીયે તો આ ગુફા સમુદ્રતટથી 3583 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ ગુફા કેદારનાથ ધામથી 1 કિલોમીટરની દુરી પર આવેલી છે.

આ ગુફાનું ભાડું ₹990/- પ્રતિ રાત્રિ છે, તમે મહત્તમ 3 રાત સુધી રોકાઈ શકો છો. સુવિધાની વાત કરીયે તો ગુફામા બેડ, પાણી, સવારનો નાસ્તો, લુંચ, ડિનર, સાંજે ચા અને વીજળી સપ્લાય જેવી સુવિધાઓ પ્રાપ્ય છે.

આ ઉપરાંત ગુફામાં ટેલિફોન અને બેલ ઉપબ્લધ છે જેથી તમે મેનેજરનાં સમ્પર્કમા રહી શકો અને તત્કાલીન પરિસ્થિતિમાં સંપર્ક કરી શકો.

આ ગુફાનું સંચાલન “ગઢવાલ વિકાસ નિગમ દ્રારા કરવામાં આવે છે.

ગુફાના ઓનલાઈન બુકિંગ માટે નીચેની લિંક અનુસરો.

http://gmvnl.in/newgmvn/trh.asp?id=161

 

 

-ધવલ પટેલ

error: Content is protected !!