રાજનીતિ

ચીન શેર તો ગુજરાત સવા શેર..! CM રૂપાણીએ એવો દાવ નાખ્યો કે 31 વિદેશી કંપની ગુજરાતમાં ધામા નાખશે

2.02Kviews

ગુજરાત અને ચીન વચ્ચે વેપારનો અનોખો સંબંધ છે. ગુજરાતના અનેક વેપારીઓ ચીનમાંથી આયાત-નિકાસ કરે છે. તો અમુક ધંધાઓ ચીની વસ્તુઓને કારણે પડી ભાંગ્યા છે. આ સમય છે ચીનમાંથી ધંધાઓ ગુજરાત બોલાનવવાનો અને રૂપાણી સરકાર બરાબર એવું જ કરી રહી છે.

આ વર્ષે 31 જેટલી વિદેશી કંપનીઓએ ગુજરાતમાં પોતાના પ્લાન્ટ સ્થાપવા માટે તૈયારી દાખવી છે અને તેના માટે જરુરી જમીન ફાળવવા માગણી કરી છે. ગુજરાતમાં આ કારણે રોજગારથી લઈને તમામ નવી તકો ઉભી થશે. ચીનમાં રોકાણ કરવા ઈચ્છતી કંપનીઓને ગુજરાત તરફ વાળવાની કેન્દ્ર અને રાજ્ય સરકારે તૈયારીઓ કરી લીધી છે.

  • ગુજરાત સરકારે જમીનના નિયમો કર્યા છે હળવા
  • શ્રમિકોને લઈને અનેક નિયમોમાં આપી છુટછાટ
  • જમીન ફાળવણીમાં પણ નવી કંપીનેને સરકાર મદદ કરશે
  • વિદેશી કંપનીને ઉદ્યોગ ખોલવા માટે મંજુરી પ્રક્રિયા હળવી બનાવી

આ કંપનીઓએ દર્શાવી તૈયારી

ગુજરાત સરકારને મળેલી આ જુદી જુદી પ્રપોઝલમાં પ્રતિષ્ઠિત કંપનીઓ જેવી કે જાપાનની Daicel corporation, સાઉથ કોરિયાની Hyundai Steel,તાઈવાનની Chico, ઓસ્ટ્રિયાની Doka, અમેરિકાની ACL America inc અને Motic Electricની પ્રપોઝલ સામેલ છે. આ કંપનીઓ ગુજરાતમાં આવવાથી એન્જિનિયરિંગ, કેમિકલ, પેટ્રોકેમિકલ, સ્ટીલ, મેડિકલ ડિવાઈસ, ઓટો અને ઓટો સ્પેરપાર્ટ્સ, પ્લાસ્ટિક અને પેપર જેવા જુદા જુદા ક્ષેત્રમાં પ્રોજેક્ટ્સ આવશે.

Leave a Response

error: Content is protected !!