રાજનીતિ

“નમામી દેવી નર્મદે”ની ઉજવણીમાં મંત્રીઓથી લઈ કલાકારો જાણો ક્યાંથી થશે સામેલ

89views

દેશના પ્રધામંત્રી નરેન્દ્રમોદીના જન્મ દિવસની ઉજવણીએ સમગ્ર ગુજરાત કરવા જઈ રહ્યું છે. 17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેવડીયા ખાતે પ્રધામંત્રીના હસ્તે થનારા નર્મદા જળ વધામણાંના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. તો રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ અને પદાધિકારીઓને “નમામિ દેવી નર્મદે મહોત્સવ” માટે જુદા જુદા જિલ્લામાં હાજર રહી આ મહોત્સવમાં સામેલ થનાર છે.તો ચાલો જાણીયે ક્યાં મંત્રીઓ ક્યાં સ્થાને ઉપસ્થિત રહેશે??

મહાનગર અને જિલ્લાવાર વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર અને ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમમાંગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજામાં નર્મદાના વધામણાં કરશે.વડોદરા ખાતે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીમાં નર્મદાની આરતી કરશે. રાજકોટ ખાતે સિનિયર કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ જ્યારે સુરત ખાતે ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજરી આપશે.તો રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી કૌશીક પટેલ માં નર્મદાના વધામણાં કરશે.ઉર્જામંત્રી સૌરભ પટેલએ જામનગર તો વન મંત્રી ગણપત વસાવા નવસારી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.જૂનાગઢ ખાતે યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જયારે પાટણ ખાતે કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર હાજરી આપશે.જ્યારે બનાસકાંઠા ખાતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર તો સુરેન્દ્રનગર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હાજરી આપશે.દેવભૂમિ દ્વારકા ખાતે કેબિનેટ મંત્રી જવાહર ચાવડા હાજરી આપશે.

રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર ખાતે બચુ ખાબડ,મહીસાગર જયદ્રથસિંહજી પરમાર તાપી ઈશ્વરસિંહ પટેલ,કચ્છ વાસણ આહિર,ભાવનગર વિભાવરી દવે,અરવલ્લી રમણલાલ પાટકર, વલસાડ કિશોર કાનાણી, સાબરકાંઠા યોગેશ પટેલ,અમરેલી ધર્મેન્દ્રસિંહ જાડેજા હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવશે.

 

“નમામી દેવે નર્મદે” ઉત્સવમાં રાજ્યના લોક કલાકારો પ્રખ્યાત ગાયકો ગુજરાતી ફિલ્મ કલાકારો લોક સાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થશે. નર્મદા મૈયાના જળ વધામણાં કરવા આ કલાકારોએ પોતાની આગવી શૈલીથી પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરશે.જો કલાકારોની વાત કરવામાં આવે તો પદ્મશ્રી ભીખુદાન ગઢવી અમુદાન ગઢવી અને જીતુભાઈ દ્વારકા વાળા જૂનાગઢ ખાતે જ્યારે કિંજલ દવે બંકિમ પાઠક ધનરાજ ગઢવી અરવિંદ બારોટ અને ઇન્દિરા શ્રીમાળી અમદાવાદ ખાતે,ઓસમાણ મીર સાંઈરામ દવે અને પંકજ ભટ્ટ.

રાજકોટ ખાતે જ્યારે ગીતા રબારી કચ્છ,વિરાજ બારોટ પાટણ અને જીગ્નેશ કવિરાજ મહેસાણામાં ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જોડાવાના છે.

Leave a Response

error: Content is protected !!