Corona Update

કેન્દ્રની ટીમ અમદાવાદની મુલાકાતે, ધનવંતરી રથથી થયા પ્રભાવિત… અમદાવાદ મોડેલના કર્યા વખાણ

659views

કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્યોની મુલાકતે જઇ રહી છે. જેના ભાગરૂપે કેન્દ્રના આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની આગેવાની હેઠળની ટીમ આજે અમદાવાદ આવી પહોંચી છે.

  • આ ટીમ આરોગ્ય કમિશનર સહિતના અધિકારી સાથે બેઠક કરશે.
  • કેન્દ્રની આરોગ્ય ટીમે ગોતાના વસંતનગરની મુલાકાત લીધી હતી.
  • વસંતનગરમાં કોરોનાની સ્થિતિ અને ધનવંતરી રથની સમીક્ષા કરી હતી.
  • કેન્દ્રની ટીમ સાથે આરોગ્ય કમિશનર જે.પી શિવહરે હાજર રહ્યા હતા.
  • અમદાવાદ મોડેલથી કેન્દ્રની ટીમ પ્રભાવિતત થઈ છે અને વખાણ પણ કર્યા છે તેવું સુત્ર કહી રહ્યા છે

આજે મુલાકાત બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. 

Leave a Response

error: Content is protected !!