રાજનીતિ

કેન્દ્રની સરકારે પેટ્રોલિયમ સેક્ટરના નિયમોમાં મોટા ફેરફારની કરી જાહેરાત

100views

સરકારે પેટ્રોલ અને ડીઝલના છૂટક વ્યવસાય ક્ષેત્રના નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. હવે આવી કંપનીઓ પેટ્રોલ પંપ પણ ખોલવા સક્ષમ હશે જે પેટ્રોલિયમ ક્ષેત્રમાં નથી. માનવામાં આવે છે કે સરકારના આ પગલાથી બળતણના રિટેલ બિઝનેસમાં સ્પર્ધામાં વધારો થશે. આનાથી ખાનગી અને વિદેશી કંપનીઓને પણ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારમાં પ્રવેશ મળી શકશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પત્રકારોને આ માહિતી આપી હતી.

નવા નિર્ણય અંતર્ગત અન્ય કંપનીઓ પણ પેટ્રોલ પંપ ખોલવા માટે ડિલરશીપ આપી શકશે.

નવા નિર્ણય બાદ કુલ 250 કરોડ રૂપિયાની નેટવર્થ વાળી કંપનીઓ પણ પંટ્રોલ પંપ ખોલી શકશે.

પેટ્રોલ પંપ ખોલવા અંગે જરૂરી માહીતી :

  •  પેટ્રોલ પંપ ખોલવા માટે ભારતીય નાગરિકનું હોવું જરૂરી છે. આ સાથે તેમની ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ અને ધોરણ 10 સુધીનો તેમણે અભ્યાસ કરેલો હોવો જોઇએ.
  • કંપની પેટ્રોલ પંપ ખોલવા માટે છાપામાં જાહેરાત આપવામાં આવતી હોય છે જેમાં નિયમો, શરતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. જે પુરી કરનાર કોઇપણ કંપનીની વેબસાઇટ પર જઇને ડિલરશીપ માટે એપ્લાઇ કરી શકે છે. ત્યારબાદ કંપનીના અધિકારીઓ નીરીક્ષણ કરે છે અને આ અંગે નિર્ણય કરે છે.
  • પેટ્રોલ પંપ ખોલવા માટે સૌથી પહેલી જરૂરીયાત જમીનની હોય છે. સ્ટેટ કે નેશનલ હાઇવે પર આ માટે ઓછામાં ઓછી 1200થી 1600 વર્ગમીટર જમીન હોવી જોઇએ. જો શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલી રહ્યા હો તો ઓછામાં ઓછી 800 વર્ગમીટર જગ્યા હોવી જોઇએ. જો પોતાના નામ પર જમીન ન હોય તો તેને લીઝ પર પણ લઇ શકાય છે જેના ડોક્યુમેન્ટ્સ કંપનીને બતાવવાના રહેશે.
  • પરિવારના કોઇ સભ્યના નામે પણ જમીન હોય તો પેટ્રોલ પંપની ડિલરશીપ માટે એપ્લાઇ કરી શખાય છે. એગ્રીકલ્ચર લેન્ડ હોય તો તેને નોન એગ્રીકલ્ચરમાં કન્વર્ટ કરાવવાની રહે છે. કંપનીના અધિકારીઓ પ્રોપર્ટીના નક્શા સહીત જમીન સાથે સંકળાયેલા દરેક કાગળ, એનઓસી વગેરે તપાસે છે.
  • નવા બદલાયેલા નિયમો મુજબ હવે તમારી પાસે પુરતા પૈસા કે જમીન ન હોવા છતાં તમે પેટ્રોલ પંપ માટે એપ્લાઇ કરી શકશો. નવી ગાઇડલાઇન્સમાં ફંડની જરૂરીયાતને પુરી કરી દેવામાં આવી છે.
  •  આ સિવાય જમીનની માલિકીના હકને લઇને પણ નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે. હવે શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ શરૂ કરવા માટે 25 લાખ રૂપિયાની બેંક ડીપોઝીટ અને ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલ પંપ માટે 12 લાખ રૂપિયાની ડિપોઝીટ જમા કરાવવાની રહેશે.

Leave a Response

error: Content is protected !!