જાણવા જેવુ

કોઈ વ્યકિતને બસ એક જ વારમાં ઓળખવા હોય તો શું કરશો ? ચાણક્યએ આપ્યો છે આ ઉપાય

534views

આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં સુખી અને સફળ જીવન માટે સૂત્ર જણાવ્યાં છે. જો આ સૂત્રને અપનાવી લેવામાં આવે તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ. ચાણક્યએ એક નીતિમાં જણાવ્યું છે કે, જો કોઇ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતી સમયે થોડી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિ ભવિષ્યમાં દગાબાજીથી બચી શકે છે.

ચાણક્ય કહે છે કે-
यथा चतुर्भि: कनकं परीक्ष्यते निघर्षणं छेदनतापताडनै:।
तथा चतुर्भि: पुरुषं परीक्ष्यते त्यागेन शीलेन गुणेन कर्मणा।।

કોઇ વ્યક્તિને પારખવા માટે તેની ત્યાગ ભાવના જોવી જોઇએ, સોનુ ખરું છે કે નહીં, તેને આગમાં તપાવીને જાણી શકાય છે

આ ચાણક્ય નીતિ પાંચમા અધ્યાયનો બીજો શ્લોક છે. આ નીતિ પ્રમાણે સોનાને પારખવા માટે સોનાને રગડવામાં આવે છે, કાપીને જોવામાં આવે છે, આગમાં તપાવવામાં આવે છે, સોનાને પીટીને જોવામાં આવે છે કે, સોનુ ખરું છે કે નહીં. જો સોનામાં ભેળસેળ હોય છે તો આ ચાર કાર્યો દ્વારા તે સામે આવી જાય છે. આ પ્રકારે કોઇ વ્યક્તિને પારખાવા માટે પણ આ ચાર વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

કોઇ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતાં પહેલાં તે જોવું જોઇએ કે, તે અન્યના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કરી શકે છે કે નહીં. જો કોઇ વ્યક્તિ અન્યના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કરે છે તો તેના ઉપર વિશ્વાસ કરી શકાય છે.

જે લોકોનું ચરિત્ર સારું છે એટલે જે લોકો અન્ય માટે ખરાબ વિચારતાં નથી, તેમના ઉપર વિશ્વાસ કરી શકાય છેઃ-
જે લોકોમાં ગુસ્સો, આળસ, સ્વાર્થ, ઘમંડ, ખોટું બોલવું જેવા અવગુણ છે, તેમના ઉપર વિશ્વાસ કરવાથી બચવું જોઇએ. જે લોકો શાંત સ્વભાવ અને હંમેશાં સાચું બોલનાર હોય છે તેઓ શ્રેષ્ઠ વ્યક્તિ હોય છે. જે લોકો અધાર્મિક રીતે કામ કરે છે અને ધન કમાય છે, તેમના ઉપર વિશ્વાસ કરવાની ભૂલ કરવી જોઇએ નહીં. આવા લોકો પોતાના સ્વાર્થ માટે કોઇપણ વ્યક્તિને દગો આપી શકે છે. ધર્મ અને નીતિથી ધન કમાતા લોકો ઉપર જ વિશ્વાસ કરવો જોઇએ.

Leave a Response

error: Content is protected !!