ધર્મ જ્ઞાન

ચાણક્ય નીતિ : મરઘી અને કાગડા પાસેથી આ ચાર વાતો શીખનાર ક્યારેય દુખી નથી થતુ

358views

प्रत्युत्थानं च युद्धं च संविभागं च बन्धुषु ।

स्वयमाक्रम्य भुक्तं च शिक्षेच्चत्वारि कुक्कुटात् ॥

गूढमैथुनचारित्वं काले काले च सङ्ग्रहम् ।

अप्रमत्तमविश्वासं पञ्च शिक्षेच्च वायसात् ॥

મરઘા પાસેથી શીખવી જોઈએ આ 4 સારી વાતો

ચણક્યાએ કહ્યું છે કે વ્યક્તિને પોતાના જીવનમાં મરઘાની 4 સારી ટેવોને અપનાવી લેવી જોઈએ. જો આ 4 વાતો અપનાવી લેશે, તો ક્યારેય દુઃખી નહીં રહે. કઈ 4 વસ્તુઓ મનુષ્યને મરઘા માંથી શીખવી જોઈએ, આવો જાણીએ.

1. યોગ્ય સમયે જાગવું.

2. યુદ્ધ માટે તૈયાર રહો.

3. કુટુંબ, મિત્રો અને પોતાના સાથીઓને તેમનો ભાગ આપવો.

4. પોતે આક્રમણ કરો એટલે કે મહેનતથી કમાવ.

કાગડા પાસેથી શીખવી જોઈએ આ 5 સારી આદતો.

આ ઉપરાંત ચાણક્ય નીતિમાં કાગડાની 5 સારી વાતોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. કાગડાની આ આદતોને પોતાના જીવનમાં અપનાવી લેવાથી વ્યક્તિ હંમેશાં સફળ થાય છે અને તેને ક્યારેય કોઈ દુ:ખી નથી કરી શકતું. જે કાગડાની આ ટેવોને અપનાવી લે છે. તે જીવનમાં હંમેશા પ્રગતી કરે છે.

કઈ છે તે ટેવો આવો જાણીએ.

1. છુપાઈને મૈથુન કરવું.

2. કોઈપણ પરિસ્થિતિમાં ધીરજ રાખવી.

3. સમય બચાવવો અથવા ઘરમાં જીવન ચલાવવા માટે સામગ્રીનો સંગ્રહ કરવો.

4. હંમેશાં જાગૃત રહેવું.

5. કોઈની ઉપર વિશ્વાસ ન કરવો.

Leave a Response

error: Content is protected !!