રાજનીતિ

આજે જેઠ પુનમનું ચંદ્રગ્રહણ..ચંદ્ર આગળ ધૂળ જેવી છાયા સર્જાશે જાણો સમય અને ક્યા સ્થળ પર જોવા મળશે ?

1.7Kviews

આજે રાતે 11.15થી મંદ ચંદ્રગ્રહણ જોવા મળશે, ચંદ્ર આગળ ધૂળ જેવી છાયા જોવા મળશે, સૂતક લાગશે નહીં

શુક્રવાર, 5 જૂન એટલે આજે રાતે ચંદ્રગ્રહણ થશે, આ ગ્રહણ મંદ રહેશે. અમેરિકા સ્પેસ એજન્સી નાસા પ્રમાણે આ ગ્રહણ યૂરોપ, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે. ભારતમાં આજે રાતે લગભગ 11.15 વાગ્યાથી આ ગ્રહણ શરૂ થઇ જશે અને લગભગ 2.35 વાગ્યે પૂર્ણ થશે. આ ગ્રહણ મંદ હોવાના કારણે તેનું ધાર્મિક મહત્ત્વ રહેશે નહીં. તેનું સૂતક પણ લાગશે નહીં. આજે જેઠ મહિનાની પૂનમ છે અને આ તિથિ સાથે સંબંધિત પૂજા-પાઠ કરી શકાશે.

આ ગ્રહણમાં ચંદ્ર ઘટતો કે વધતો જોવા મળશે નહીં. પરંતુ ચંદ્રની ચમક ઘટતી જોવા મળે છે. એશિયાના થોડાં દેશ અને યૂએસમાં આ ગ્રહણ જોવા મળશે. આ ગ્રહણમાં ચંદ્ર આગળ ધૂળ જેવી છાયા જોવા મળશે. જેને સરળતાથી જોઇ શકાતું નથી. આ વર્ષે 10 જાન્યુઆરીએ પણ આવું જ ચંદ્રગ્રહણ થયું હતું. ત્યાર બાદ 5 જુલાઈ અને 30 નવેમ્બરે પણ મંદ ગ્રહણ રહેશે.

મંદ ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છેઃ-
જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક સીધી લાઇનમાં આવે છે. ત્યારે પૃથ્વીના કારણે ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી અને પૃથ્વીની છાયા સંપૂર્ણ રીતે ચંદ્ર ઉપર પડે છે. આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે મંદ ચંદ્રગ્રહણમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક એવી લાઇનમાં રહે છે, જ્યાંથી પૃથ્વીની હળવી છાયા ચંદ્ર ઉપર પડે છે. આ ત્રણેય ગ્રહ એક સીધી લાઇમાં રહેતાં નથી. આ કારણે મંદ ચંદ્રગ્રહણની સ્થિતિ બને છે.

પૂનમે ક્યા-ક્યા શુભ કામ કરી શકો છોઃ-
જેઠ મહિનાની પૂનમે ભગવાન સત્યનારાયણની કથા કરો. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. તમારા ઇષ્ટદેવના મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઇએ. શિવલિંગ ઉપર જળ ચઢાવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.

21 જૂને સૂર્યગ્રહણ થશેઃ-
પં. શર્મા પ્રમાણે આજના ચંદ્રગ્રહણ બાદ 21 જૂને ખગ્રાસ એટલે આંશિક સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારત સિવાય એશિયા, આફ્રિકા અને યૂરોપના થોડાં ક્ષેત્રમાં પણ જોવા મળશે. ગ્રહણનો સ્પર્શ સવારે 10.14 મિનિટે, ગ્રહણનું મધ્ય 11.56 મિનિટે અને ગ્રહણનો મોક્ષ 1.38 મિનિટે થશે. ગ્રહણનો સૂતકકાળ 20 જૂનની રાતે 10.14 મિનિટથી શરૂ થઇ જશે. સૂતક 21 જૂન બપોરે 1.38 સુધી રહેશે. આ વર્ષનું આ એક માત્ર એવું ગ્રહણ હશે જે ભારતમાં જોવા મળશે અને તેની ધાર્મિક અસર પણ માન્ય રહેશે. ત્યાર બાદ વર્ષના અંતમાં સોમવાર, 14 ડિસેમ્બરે સૂર્યગ્રહણ થશે, જે ભારતમાં જોવા મળશે નહીં. જેથી તેનું સૂતક અહીં લાગશે નહીં.

Leave a Response

error: Content is protected !!