વિકાસની વાત

“નાની વયે રાજકારણની દિવાળી જોનાર – ચંદ્રાણી મુર્મુ”

177views

૨૫ વર્ષ ની સુશિક્ષિત યુવતી. ખરેખર જોઈએ તો મોટાભાગે ઘરસંસાર ચલાવતી હોઈએ. એક ગૃહિણી હોય. ચાર દીવાલો વચ્ચે રહીને પરિવારનું ધ્યાન રાખતી હોય. પણ સાંભળ્યું કોઈ દેશ ચાલવાનો ભાગ બની હોય તેવું?

વય અને ઉંમર સાથે રાજનીતિને કોઈ લેવાદેવા નથી એ ચંદ્રાણીએ સાબિત કર્યું છે.

ખેંજોર લોકસભાની સીટ પરથી ચુંટણી જીતી ગયેલી ચંદ્રાણી મુર્મુ.

Image result for chandrani murmu image

જીવનમાં રસ્તો ક્યારે બદલી જાય એ તો ઉપર વાળો જ જાણે. સરકારી નોકરી શોધવા નીકળેલ આજ ખુદ સરકાર બની ઉભી છે. ૨૦૧૭માં બીચલર ઇન ટેક્નોલોજીની ડીગ્રી મેળવી. ત્યાર બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. પરિવારનો આધાર બનવા તે સરકારી નોકરી ની શોધમાં હતા. દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતની ૨૦૧૯ ની લોકસભાની ચુંટણીના યુવા સભ્ય એટલે ચંદ્રાણી મુર્મુ.

બાળકો હંમેશા મોટા ને જોય ને આગળ વધતા હોય છે. સંસ્કાર પરિવાર ના મુખ્યાઓ પાસે થી લે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ચંદ્રાણી મુર્મુ. દીકરો દાદાની લાકડી હોય છે. પણ અહીં કઈંક અલગ જ છે. ચંદ્રાણી  એના દાદા ની લાકડી બની છે. તેમના ચાલેલા માર્ગ પર ચાલી છે. બાળપણમાં દાદાને રાજકારણમાં લોકસાહિત્યના કાર્યો કરતા જોયા છે. રાજકારણનું બીજ સોંપનાર કોઈ હોય તો એ છે ચંદ્રાણીના દાદા. માર્ચ મહિનામાં હરમોહન જે ચંદ્રાણીના મામા છે તેને આ ચુંટણી લડવાનો વિચાર આપ્યો હતો.ત્યારે તેને આ વાત ને હાસ્યમાં કાઢી નાખી, પણ મામાના આગ્રહને લઈને તેને બીજેડી પાર્ટીના સભ્ય બનવાનું વિચાર્યું. ચંદ્રાણીના પિતા એક સરકારી કર્મચારી છે અને તેની માતા રીટાયર્ડ સરકારી કર્મચારી છે.

ભારતીય જનતા પાર્ટીની નાની વય ની પ્રતિનિધિ આગળ વધવા પ્રયત્નશીલ રહે છે. ખભા પર આવેલ જવાબદારી ને નિષ્ઠા પૂર્વક નિભાવે છે. આજની યુવા નારી માટે પ્રેરણા બની છે. તેના કાર્યને હંમેશા પ્રથમ સ્થાન આપે છે. ચંદ્રાણી  મુર્મુ કહે છે કે ” હું મારા નાગરીકો માટે શું કરી શકું અને સરકાર ની કઈ યોજનાના લાભ મારા નાગરિકોને કેવી રીતે પ્રાપ્ત થાય એમના માટે હું હંમેશા કાર્યશીલ રહું છું.”

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જીત્યા બાદ ચંદ્રાણીએ દુષ્યંત ચૌટાલાનો સૌથી યુવા એમપી તરીકેનો રેકોર્ડ તોડી દીધો છે. હવે સૌથી યુવા એમપીનો રેકોર્ડ 25 વર્ષ 11 મહિનાના ચંદ્રાણી મુર્મુના નામે થઇ ગયો છે.

નાગરિકો એમની પેહલી ફરજ છે એવું માનીને રાજકારણને બિરદાવે છે. કામ કરવાની ભાવના સતત તેમના મનમાં ચાલ્યા કરે છે.  આવી નાની વયની ચંદ્રાણી  મુર્મુ તેના જીવનકાળ દરમ્યાન રાજકારણમાં ખુબ પ્રગતી કરે અને દરેક નાગરિક ના હદયમાં વસતી રહે એવું શુભેચ્છા.

આવી દરેક સ્ત્રી શક્તિને સલામ…

Leave a Response

error: Content is protected !!