રાજનીતિ

ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે લાગશે ચંદ્રને ગ્રહણ,4 વાગ્યાથી દેખાશે ભારતમાં

148views

આજે અષાઢ સુદ પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ થનાર છે.જે ભારતમાં પણ સાંજે 4 વાગ્યાથી જોય શકાશે.

4 વાગ્યા પછી વેધ અને 10 વાગ્યે સ્પર્શ લાગવાનું લખ્યું છે પંચાંગમાં. ચંદ્ર ગ્રહણની અસર સવારે 4:30સુધી રહેશે.

આ દિવસે ખાસ મંદિરોમાં દર્શનની અલગ વ્યયવસ્થા પણ કરાતી જોવા મળે છે.તમામ મંદિરોમાં 4 વાગ્યા પછી પૂજા વિધિ તેમજ આરતીઓ રખાશે મોકૂફ.તો સાથે જ ગુજરાતના અન્ય જાણીતા મંદિરો અંબાજી,ચોટીલા,પાવાગઢ,શામળાજી સહિતના પણ મંદિરોમાં દર્શનની અલગ વ્યવસ્થા ગોઢવવામાં આવી છે.

તો  સોમનાથ મહાદેવ મંદિરના દર્શન દર્શનાર્થીઓ માટે 10વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

ગ્રહણના સમયે ખાસ ભજન,કીર્તનો મહિમા હોય છે.જાપ-તપ-દાન-ધ્યાનનો પણ મહત્વ અનેરું હોય છે.

Leave a Response

error: Content is protected !!