રાજનીતિ

15 જુલાઈએ ભારતનું બીજુ ચંદ્રયાન થશે લોન્ચ, ઈસરો બીજી સફળતા મેળવવા તૈયાર

123views

ચંદ્રયાન-1 સફળતા બાદ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન – ISRO એ ચંદ્રયાન-2 ના લોન્ચિંગની તૈયારી કરી દીધી છે. ચંદ્રયાન-1 ૨૨ ઓક્ટોબર ૨૦૦૮ માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-1 ની સફળતા બાદ ISRO એ ચંદ્રયાન-2 નું અભિયાન હાથ ધર્યું હતું. હવે એ દિવસ આવી ગયો છે જયારે ISRO ચંદ્રયાન -2 નું લોન્ચિંગ કરશે. ISRO ના અધ્યક્ષ ડો. કે સિવને પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપી હતી.

15 જુલાઈએ લોન્ચ કરવામાં આવશે ચંદ્રયાન-2

ISRO ના અધ્યક્ષ ડો. કે સિવને ચંદ્રયાન-2 અંગેના લોન્ચિંગ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યું કે 15 જુલાઈએ મધરાતે 2:51 વાગ્યે ચંદ્રયાન-2 નું લોન્ચિંગ કરવામાં આવશે. શક્તિશાળી રોકેટ GSLV MARC-3 દ્વારા ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કરવામાં આવશે. આ સાથે જ એમણે ચંદ્રયાન-2 સાથે જનારા વિવિધ ઉપકરણોની માહિતી આપતા કહ્યું કે ચંદ્રયાન-2 સાથે અમેરિકી અંતરિક્ષ સંસ્થા નાસાનું એક પ્રાયોગિક મોડ્યુલ, એક ઓર્બિટર, વિક્રમ નામનું લેન્ડર અને પ્રજ્ઞાન નામનું એક રોવર જશે. નાસાના પ્રાયોગિક મોડ્યુલ અંગે માહિતી આપતા ડો. કે સિવને કહ્યું કે નાસાએ ગત વર્ષે જુલાઈમાં ચંદ્રયાન સાથે તેમનું પ્રાયોગિક મોડ્યુલ લઇ જવાની વિનંતી કરી હતી. ત્યાબાદ ગતવર્ષે સપ્ટેમ્બરમાં જ ISRO દ્વારા આની મંજૂરી આપી દેવી હતી. નાસાનું આ મોડ્યુલ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર સંબંધી વિવિધ માહિતી આપશે.

ISRO એ પ્રથમવાર ચંદ્રયાન-2 ના ફોટો જાહેર કર્યા

ચંદ્રયાન-2 ના પ્રક્ષેપણને લઈને ભારત સહીત સમગ્ર વિશ્વમાં એક પ્રકારની ઉત્સુકતા હતી. આજે ISRO અધ્યક્ષ ડો. કે સિવને ચંદ્રયાન-2 ના પ્રક્ષેપણની તારીખ જાહેર કર્યા બાદ પહેલી વાર ચંદ્રયાન-2 ના ફોટો જાહેર કરવામાં આવ્યા હતા.

ચંદ્રની સપાટી પર લેન્ડીંગ એ મોટો પડકાર

પત્રકાર પરિષદમાં ISRO અધ્યક્ષ ડો.કે સિવને કહ્યું કે ચંદ્રયાન-2 ના પ્રક્ષેપણ બાદ ચંદ્રની સપાટી પર તેનું સુરક્ષિત રીતે લેન્ડીંગ થવું એ ISRO માટે સૌથી મોટો પડકાર છે. ચંદ્ર સપાટીથી ૩૦ કિમીની ઉંચાઈએ થી ચંદ્રયાન-2 ચંદ્ર પરે ઉતરશે. ૩૦ કિમીથી ચંદ્રની સપાટી પર લેન્ડીંગ કરતા ચંદ્રયાન-2 ને 15 મિનીટ જેટલો સમય લાગશે. અ 15 મિનીટ ચંદ્રયાન ISRO માટે મહત્વની બની રહેશે.

ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે ચંદ્રયાન

પ્રક્ષેપણના બાદ ચંદ્રયાન-2 16 દિવસ સુધી પૃથ્વી ફરતે પાંચ વાર ભ્રમણ કક્ષા બદલશે. બાદમાં ૬ સપ્ટેમ્બરના રોજ ચંદ્રના દક્ષીણ ધ્રુવ પર ચંદ્રયાન-2 નું લેન્ડીંગ થશે. લેન્ડીંગ બાદ રોવર પ્રજ્ઞાનને લેન્ડર વિક્રમમાંથી બહાર નીકળતા ૪ કલાક જેટલો સમય લાગશે. રોવર એક સેમી પ્રતિ સેકંડની ગતિથી ૧૫ થી ૨૦ દિવસો સુધી ચંદ્રની સપાટી પરથી માહિતી એકત્ર કરી લેન્ડર દ્વારા ઓર્બિટરને મોકલશે. ઓર્બિટર એ માહિતીને ISRO સુધી પહોંચાડશે.

ચંદ્રયાન-2 પાછળ રૂ.1 હજાર કરોડનો ખર્ચ

ISRO નું ચંદ્રયાન-2 અભિયાન પાચલ અત્યાર સુધીમાં રૂ.1 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો આ અભિયાન સફળ થયું તો અમેરિકા, રશિયા, ચીન બાદ ચંદ્ર પર રોવર ઉતારનાર ચોથો દેશ બનશે ભારત.

Leave a Response

error: Content is protected !!