રાજનીતિ

હવે બાઈકની બદલી જશે ડિઝાઈન, મોદી સરકારે અકસ્માત નિવારવા ઈતિહાસનો સૌથી મોટો બદલાવ કર્યો

1.07Kviews

અકસ્માતોને ટાળવા સરકાર સતત નિયમોમાં ફેરફાર કરતી રહે છે તો વાહન મંત્રાલયે નિયમોમાં ફેરફાર કરાયા છે તો કેટલાક નિયમો નવા લાદવામાં આવ્યા છે. મંત્રાલયે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. મુસાફરી કરતી વખતે વાહન ચલાવતી વખતે આ નિયમોનું પાલન કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે શું છે નવા નિયમો


મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર

  1. બાઇકની બંને બાજુ અને ડ્રાઇવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ હશે. આનો ઉદ્દેશ્ય પાછળ બેસનારની સેફ્ટીનો છે. અત્યારસુધી બાઇકમાં આવી કોઇ સુવિધા મળતી ન હતી, આની સાથે બાઇકમાં બેસનાર માટે બંને બાજુ પગ રાખવાનું સ્ટેન્ડ હશે.
  2. બાઈકનું પાછળનો ભાગ અડધો કવર કરવામાં આવશે જેનાથી પાછળ બેસનારના કપડા પાછળના ટાયરમાં ન ફસાય.
  3. મંત્રાલયે બાઇકમાં સામાન્ય કંટેનર લગાવવાના નિર્દેશ આપ્યા છે. આ કંટેનરની લંબાઈ 550 મિમી, પહોળાઇ 510 મિમી અને ઉંચાઇ 500 મિમીથી વધારે ન હોય તે જોવાનું કહ્યુ છે.
  4. જો કંટેનરને પાછળના સ્થાને લગાવવામાં આવે તો ફક્ત ડ્રાઇવરને જ મંજૂરી મળશે. મતલબ કોઇ બીજુ બેસી શકશે નહી.

સરકાર સમયાંતરે આ નિયમોમાં ફેરફાર કરતુ રહે છે.સરકારે આ પહેલા ટાયરને લઇને ગાઇડલાઇન બહાર પાડી હતી. જેમાં ઓછામાં ઓછુ 3.5 ટન વજન સુધી વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સિસ્ટમમાં સેન્સરથી ડ્રાઇવરને જાણકારી મળી જાય કે ટાયરમાં હવા કેટલી છે. આનાથી એકસ્ટ્રા ટાયર લગાવવાની જરૂર રહેશે નહી.

Leave a Response

error: Content is protected !!