ધર્મ જ્ઞાન

અધિકમાસ હોવાને કારણે આ વર્ષે પાંચ મહિનાનો ચાર્તુમાસ,જાણો કઈ તારીખ સુધી ચાલશે ચાતુર્માસ ?

562views

1 જુલાઈએ દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થઇ રહ્યા છે. ચાતુર્માસનો અર્થ તે ચાર મહિના જ્યારે શુભ કામ કરી વર્જિત હોય છે, તહેવારો શરૂ થાય છે. દેવશયની એકાદશીથી દેવઊઠની એકાદશી વચ્ચેના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ વર્ષે અધિકમાસ હોવાના કારણે ચાતુર્માસ ચારની જગ્યાએ પાંચ મહિના સુધી રહેશે. શ્રાદ્ધ પક્ષ પછી આવતાં બધા જ તહેવાર લગભગ 20 થી 25 દિવસ મોડાં શરૂ થશે.

આ વર્ષે આસો મહિનામાં અધિકમાસ છે, એટલે 2 આસો માસ રહેશે. આ મહિનામાં શ્રાદ્ધ અને નવરાત્રિ અને દશેરા જેવા તહેવાર આવે છે. મોટાભાગે શ્રાદ્ધ પૂર્ણ થતાં જ નવરાત્રિ શરૂ થઇ જાય છે પરંતુ આ વર્ષે એવું થશે નહીં. 17 સપ્ટેમ્બર 2020એ શ્રાદ્ધ પૂર્ણ થશે અને બીજા દિવસથી અધિકમાસ શરૂ થઇ જશે, જે 16 ઓક્ટોબર સુધી ચાલશે.

17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થશે. આ પ્રકારે શ્રાદ્ધ અને નવરાત્રિ વચ્ચે આ વર્ષે એક મહિનાનો સમય રહેશે. દશેરા 26 ઓક્ટોબરે અને દિવાળી 14 નવેમ્બરે ઉજવવામાં આવશે. 25 નવેમ્બરે દેવઉઠની એકાદશી રહેશે અને આ દિવસે ચાતુર્માસ પૂર્ણ થઇ જશે.

Leave a Response

error: Content is protected !!