રાજનીતિ

લાઈવ અપડેટ : બીટીપીએ કર્યો મતદાનનો બહિષ્કાર

3.16Kviews

ભાજપે આ ચૂંટણીમાં ત્રણ જ્યારે કોંગ્રેસે બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી પંચે પણ આ ચૂંટણી માટે તમામતૈયારીઓ પુરી કરી લીધી છે. ગુજરાત વિધાનસભા સંકુલના ચોથા માળે મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. આજે સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી કોંગ્રેસ ભાજપના ધારાસભ્યો મતદાન કરી શકશે, અને સાંજે 5 વાગ્યે મત ગણતરી હાથ ધરાશે. જો અન્ય કોઈ પ્રશ્ન નહિ સર્જાય તો થાય ત્રણેક કલાકમાં જ ચૂંટણીનું પરિણામ પણ આવી જશે.

રાજ્યસભા ચૂંટણી લાઈવ અપડેટ

 • છોટુ વસાવાને મનાવવા કોંગ્રેસ ભાજપના નેતાઓ પહોચ્યા
 • જો છોટુ વસાવા મત નહિ આપે તો ભાજપની જીત નક્કી
 • ચૂંટણીમાં મતદાન કરવાનો સમય માત્ર ચાર વાગ્યા સુધી હોય છે
 • છેલ્લી ઘડીએ વસાવા બન્યા કિંગ મેકર
 • મતદાન પૂર્ણ થવા આવ્યું છે: CM રૂપાણી
 • ‘ભાજપના તમામ ધારાસભ્યોએ એક થઈને મતદાન કર્યું’
 • ભાજપના તમામ ધારાસભ્યો એક છે  અને ત્રણેય ઉમેદવારો જીતશે :  CM રૂપાણી
 • છોટુભાઈ વસાવાના બધા મત ભાજપને ચોક્કસથી મળશે :  CM રૂપાણી
 • કોંગ્રેસને જીતનો વિશ્વાસ નથી એટેલે જ તેને સુપ્રિમ કોર્ટમાં ચૂંટણી મોકુફ રાખવા અરજી કરી હતી :  CM રૂપાણી
 • ભાજપ તરફથી પહેલો મત આર સી. ફળદુએ આપ્યો
 • ભાજપના 7 8 ધારાસભ્યોનું વોટિંગ થયું  
 • ધારાસભ્યોનું વોટિંગ શરૂ થયું
 • જિજ્ઞેશ મેવાણીનું કોંગ્રેસને સમર્થન
 • કાંધણ જાડેજાનું ભાજપને સમર્થન
 • ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ નાદુરસ્ત થવાથી હોસ્પિટલ ખસેડાયા
 • પોસ્ટલ બેલેટથી કેસરીસિંહનું મતદાન કરાવાશે
 • ગાંધીનગર: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મતદાન દરમિયાન બહાર નીકળ્યા
 • અમિત ચાવડાએ હાઈકમાન્ડ સાથે ટેલિફોનિક કરી વાતચીત
 • મતદાનના અડધો કલાક બાદ અમિત ચાવડા આવ્યા બહાર
 • મતદાન કેન્દ્ર બહાર આવી હાઈકમાન્ડ સાથે કરી વાત
 • અમે ભાજપ – કોંગ્રેસ બંને પાર્ટીથી દુ:ખી છીએ: BTP
 • સરકારે અમારી માગણી સ્વીકારી નથી: છોટુ વસાવા
 • હજુ અમે મતદાન કરવાનું નક્કી નથી કર્યું: છોટુ વસાવા
 • અમે મતદાન ન પણ કરીએ: છોટુ વસાવા
 • બધાને અમારી જરૂર છે: છોટુ વસાવા
 • સુરત ભાજપ ધારાસભ્ય પૂરણેશ મોદીનું નિવેદન..
 • ભાજપની જીત નક્કી, કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણાઑ
 • મતદાન પહેલા ભાજપના ત્રણે ઉમેદવારોનો ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો
 • મોરારી બાપુ પર હુમલાના પ્રયાસમાં જણાવ્યું આજનો વિષય આપણો ચૂંટણી છે.
 • વિધાનસભામાં કેસરીસિંહને એમ્બ્યુલન્સમાં લવાયા
 • ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ નાદુરસ્ત
 • કેસરીસિંહને સ્ટ્રેચરમાં મતદાન માટે લવાયા
 • ચૂંટણી પહેલાં જીતુ વાઘાણીનું મોટું નિવેદન
 • કૉંગ્રેસમાં હુંસાતુંસી જેવો માહોલ, હજુ પણ કૉંગ્રેસના મત મળશે
 • કૉંગ્રેસ MLA શૈલેષ પરમારનું નિવેદન
 • બંને ઉમેદવારોને કુલ 70 મત જોઇએ પણ અમારા બંને ઉમેદવારને કુલ 71 મત મળશે અને જીતશે
 • રાજ્યસભા ચૂંટણીનું મતદાનમાં કોંગ્રેસ તરફથી અર્જુન મોઢવાડિયા અધિકૃત એજન્ટ છે.
 • કોંગ્રેસના ધારાસભ્યોએ મોઢવાડિયાને બતાવવો પડશે મત.
 • ભાજપના અધિકૃત એજન્ટ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા છે એટલે કે દરેક ધારાસભ્યોએ તેમને મત બતાવવો પડશે

હાલ રાજ્યસભામાં વિજય માટે મતની ફોર્મ્યુલા જોતા દરેક ઉમેદવારને જીતવા 35 મત જરૂરી છે. ભાજપના 103 મત છે અને સાથે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને પક્ષનો મેન્ડેટ કોંગ્રેસ તરફી મતદાન કરવાનો હોવા છતાં તે ભાજપના ઉમેદવારને મત આપશે તે લગભગ નક્કી છે. આમ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે માત્ર એક મત ખૂટે છે. આ તરફ કોંગ્રેસના 65 ધારાસભ્યો છે અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ 66 મત થાય છે. જીતવા માટે બીજા ઉમેદવારને ચાર મત ખૂટે અને તે જોતાં જો બીટીપીના બન્ને મત પણ કોંગ્રેસને મળે તો ય જીતનો જામ થોડો દૂર આવીને ઢોળાઇ જાય.

ઉમેદવારભાજપ કોંગ્રેસ
પહેલોઅભય ભારદ્વાજશક્તિસિંહ ગોહેલ
બીજોરામિલાબેન બારાભરત સિંહ સોલંકી
ત્રીજોનરહરિ અમીન

ગુજરાતની 4 બેઠકોઃ ત્રણ પર સ્થિતિ સ્પષ્ટ, એક પર કાંટાની ટક્કર
ભાજપ
ધારાસભ્યઃ103
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે જરૂરી મતઃ35
આ રીતે 2 બેઠકો પર જીત લગભગ નક્કી, ત્રીજી બેઠક જીતવા માટે 2 મત ઓછા

કોંગ્રેસ
ધારાસભ્યઃ 65
સમર્થનઃ3
કુલઃ68
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે જરૂરી મતઃ35
આ રીતે 1 બેઠક પર જીત નક્કી માનવામાં આવી રહી છે, 2 બેઠક જીતવા માટે 2 મત ઓછા

Leave a Response

error: Content is protected !!