રાજનીતિ

વિકાસશીલ ગુજરાતમાં જોડાયું વધુ એક સોપાન, 229.95 કરોડના વિકાસના કામોનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન

116views

રાજકોટ ખાતે દશેરાના પવન પર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું.

ત્યારે આવાસના નવા ઉદ્ઘાટન કરતા રૂપાણીએ જણાવ્યું કે, સામાન્ય નાગરિક માટે ‘‘ઘરનું ઘર’’ એ જીવનનો હાશકારો છે. આજે આવાસ મેળવનારા બડભાગી લાભાર્થીઓના જીવનમાં આજનો દિવસ સીમાચિન્હ પુરવાર થશે. રોટી-કપડા-મકાન જેવી રાજ્યના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ રાજ્યસરકાર માટે સદૈવ પ્રથમ પ્રાથમિકતા રહી છે, જેને સત્વરે સાકાર કરવા માટે રાજ્યસરકાર શક્ય તમામ પ્રયત્નો કરી છૂટશે. રાજયના નાગરિકોને ઘરઆંગણે રોજગાર તથા સામાન્ય સવલતો મળે, તે માટે રાજયસરકાર ‘‘સૌનો સાથ-સૌનો વિકાસ’’ના મંત્રને ચરિતાર્થ કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘‘નયા ભારત’’ના નિર્માણમાં અગ્રેસર રહી છે.

Leave a Response

error: Content is protected !!