જાણવા જેવુરાજનીતિ

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનમાં પાંચ દિવસય પ્રવાસે,સરદાર પટેલની પ્રતિમાનું કરશે અનાવરણ

136views

મુખ્યમંત્રી  19 થી 23 ઓક્ટોબર સુધી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાન જવા રવાના થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે 45થી વધુ લોકોનું પ્રતિનિધીમંડળ જોડાયું છે. જેમાં ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતોનો સમાવેશ થાય છે. ઉઝબેકિસ્તાનમાં યોજાનાર સમિટમાં મુખ્યમંત્રી બિઝનેસ ડેલિગેટ્સ સાથે ઉપસ્થિત રહેશે. ગુજરાત આ સમિટમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં યોજાયેલી ગત વાયબ્રન્ટ સમિટમાં ઉઝબેકિસ્તાન ગુજરાત સાથે કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયું હતું.

ઉઝબેકિસ્તાનમાં ક્યાં ક્યાં કાર્યક્રમોનુ આયોજન થશે?

  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે ત્યાંની સ્ટ્રીટનું નામકરણ
  •  સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને ગાંધી સ્ટ્રીટનું લોકાર્પણ થશે.
  • જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ઉઝબેકિસ્તાનમાં પોતાની ફેક્ટરી પણ શરૂ કરી રહી છે, જેનું ખાતમુહૂર્ત થશે.
  • સમિટમાં અલગ અલગ યુનિવર્સિટી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિની મિટીંગ યોજાશે. બી-ટુબીની બેઠક પણ યોજાશે.
  • જે ક્ષેત્રમાં સહમતિ સધાશે તે ક્ષેત્રમાં MOU થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવાસ અંગે જણાવ્યુ હતુ કે, ઉઝબેકિસ્તાન ખૂબ વિકાસ કરવા ઝંખે છે. ત્યાંના પ્રેસિડેન્ટે સમિટ માટે ગુજરાતને આમંત્રણ આપ્યું હતું. 

Leave a Response

error: Content is protected !!