Corona Update

આખરે ચીનને અક્કલ આવી,વુહાનમાં જંગલી જાનવરો ખાવા પર પ્રતિબંધ

1.29Kviews

આખરે ચીનની ભષ્ટ્ર બુદ્ધિ ઠેકાણે આવી હો તેવું લાગે છે ચીને વુહાનમાં જંગલી જાનવરો ખાવા પર પ્રતિબંધ કરી દીધો છે.

  • વુહાનમાં શિયાળ, મગર, વરૂઓ, સાપ, ઉંદર, મોર નહિ ખાય શકાય
  • અનેક જંગલી જનાવરોને ખાવા પર 5 વર્ષનો પ્રતિબંધ
  • વૈશ્વિક રીતે ઘેરાય ગયુ હતુ ચીન
  • દબાણને કારણે લીધો મોટો નિર્ણય
  • વુહાનમાંથી ફેલાયો હતો કોરોના વાયરસ

જંગલી જનાવરોને ખાવા પર 5 વર્ષનો પ્રતિબંધ

આદેશ પ્રમાણે જંગલી જાનવરો અને તેની પ્રોડક્ટ્સનાં પુરવઠાને પ્રતિબંધિત કરવામાં આવે છે, જેમાં તમામ વન્યજીવો સામેલ છે. વન્યજીવ જાનવર જે રાષ્ટ્રિય અને હુબેઈ પ્રાંતિય સંરક્ષણ યાદીમાં છે. આમાં મહત્વપૂર્ણ સંરક્ષણ અંતર્ગત કિંમતી જંગલી જનાવર અને લુપ્ત થઇ રહેલા જળચર જંગલી પ્રાણીઓ પણ સામેલ છે. આ આદેશ સાથે જ હવે વુહાનમાં શિયાળ, મગર, વરૂઓ, સાપ, ઉંદર, મોર સહિત અનેક જંગલી જનાવરોને ખાવા પર 5 વર્ષનો પ્રતિબંધ લાગી ગયો છે.

ચીનનાં ખાન-પાનનો મહત્વનો ભાગ જંગલી જાનવરો

આ ઉપરાંત કોઈપણ સંગઠન અથવા વ્યક્તિને વાઇલ્ડલાઇફ અથવા તેનાથી જોડાયેલી પ્રોડક્ટ્સનાં પ્રોડક્શન, પ્રોસેસ કરવા, ઉપયોગ અથવા કૉમર્શિયલ ઑપરેશનની પરવાનગી નહી અપાય. ચીનનાં ખાન-પાનનો મહત્વનો ભાગ ગણાતા જાનવરો પર હવે વુહાનમાં પ્રતિબંધ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે મોટી વસ્તીવાળી વુહાન શહેરમાં આ પ્રતિબંધ લગાવવો એક મોટું પગલું છે.

વુહાનમાંથી ફેલાયો હતો કોરોના વાયરસ

ઉલ્લેખનીય છે કે ચીનનાં વુહાન શહેરથી કોરોના ફેલાયો હોવાની શક્યતાઓ શરૂઆતથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે. વુહાન સ્થિત વેટ માર્કેટને ચીને વાયરસનાં પ્રસારને રોકવા માટે જાન્યુઆરીમાં જ બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને વન્યજીવોનાં વેપાર અને પુરવઠા પર અસ્થાઈ પ્રતિબંધ લગાવવાનાં આદેશ પહેલા જ આપ્યો હતો.

Leave a Response

error: Content is protected !!