રાજનીતિ

ચીનની અવળચંડાઈ..ગુજરાત બોર્ડરથી 20 કિમી દુર એરપોર્ટ બનાવે છે, કામદારોના વેશમાં ચીની સૈનિક જોવા મળ્યા

916views

ચીન હિમાલયના પહાડો પર એરબેઝ નહીં હોવાના કારણે ભારતની તુલનામાં થોડું નબળું છે. એટલે તે પશ્ચિમી સરહદે પોતાની તાકાત વધારી રહ્યું છે. અહીં ચીનના મિડ એર રિફ્યુલર આઈએલ 78 સહિત અનેક ફાઈટર જેટ જોવા મળી રહ્યાં છે. ગુજરાત સરહદ નજીક પાકિસ્તાની એરબેઝ પર ચીન એરફોર્સ સક્રિય થયું હોવાની ગુપ્તચર તંત્રને માહિતી મળી છે. આ વિસ્તાર ભુજ સરહદથી માત્ર 20 કિ.મી. દૂર છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીને અરબી સમુદ્રમાં પાકિસ્તાની નેવી સાથે અહીં સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો હતો. હવે તે અહીં જમીની તૈયારી પણ કરી રહ્યું છે. 

ગુજરાતની સરહદ નજીક પાકિસ્તાનમાં ચીન દ્વારા બની રહેલ એરપોર્ટ.
ગુજરાતની સરહદ નજીક પાકિસ્તાનમાં ચીન દ્વારા બની રહેલ એરપોર્ટ.

ગુજરાત સાથેની સમુદ્રી સરહદ પર આર્થિક ગતિવિધિ વધુ હોવાથી પણ અહીં ચીનની નજર છે. છેલ્લાં વીસ વર્ષથી જવાહર શાહ, શામગઢ, બિલાલી ઘાટ અને હારુ સિવાય ગુજરાતના ક્રિક સાથેની સરહદે સુઈ ગેસ ફિલ્ડમાં ચીની કંપનીઓ સક્રિય છે. પશ્ચિમી સરહદે તેલ અને ગેસની શોધખોળ સાથે ગ્વાદર બંદર તરફ જતા ઈકોનોમિક કોરિડોરને કનેક્ટ કરવા માટે પણ ચીને એરબેઝ તૈયાર કર્યા છે. તેમાં ખેરપુર જિલ્લાના કાદનવાલી એરબેઝ પણ સામેલ છે, જે ગુજરાતની ભુજ સરહદ સામે છે. આ સાથે પાકિસ્તાનના ખોખરાપાર, હૈદરાબાદ અને મીઠી ક્ષેત્ર સહિત ચાર સ્થળે પણ ચીને ખાનગી એરબેઝ તૈયાર કર્યા છે. આ તમામ એરબેઝ ચીની કંપનીઓના અધિકારીઓ અને એન્જિનિયરો માટે તૈયાર કરાયા છે.

Leave a Response

error: Content is protected !!