રાજનીતિ

‘ડ્રેગને’ ઘુંટણિયે પડતા ભારતને આજીજી કરી, ચાઇનીઝ ડ્રેગન અને ભારતીય હાથી એક સાથે નૃત્ય કરી શકે

1.94Kviews

5 મેથી જ પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવપૂર્ણ સ્થિતિ બનાવીને ભારત પર દબાવ બનાવવાનો પ્રયત્ન અસફળ રહ્યા બાદ ચીનનાં સૂર થોડાક નરમ પડતા જોવા મળી રહ્યા છે. પહેલા ચીની વિદેશ મંત્રાલયે સરહદ પર ભારતની સાથે સ્થિતિ સામાન્ય ગણાવી તો હવે ભારતમાં ચીનનાં રાજદૂતે મતભેદોને વાતચીત દ્વારા ઉકેલવા પર ભાર આપ્યો. તેમણે કહ્યું છે કે ચાઇનીઝ ડ્રેગન અને ભારતીય હાથી એક સાથે નૃત્ય કરી શકે છે.

મતભેદોને આપણા સંબંધો પર હાવી ના થવા દેવા જોઇએ

ભારતમાં ચીનનાં રાજદૂત સન વિડોંગે કન્ફેડરેશન ઑફ યંગ લીડર્સ મીટને સંબોધિત કરતા ભારત અને ચીનનાં સંબંધોને ગાઢ કરવાની જરૂરિયાત હોવાનું કહ્યું. તેમણે કહ્યું કે, “આપણે ક્યારેય પણ આપણા મતભેદોને આપણા સંબંધો પર હાવી ના થવા દેવા જોઇએ. આપણે આપણા મતભેદોનું સમાધાન વાતચીત દ્વારા કરવું જોઇએ.” વિડોંગે આગળ કહ્યું કે, “ચીન અને ભારત કોવિડ-19ની વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે અને આપણા પર આપાણા સંબંધોને વધારે પ્રગાઢ કરવાની જવાબદારી છે.”

ડ્રેગન અને હાથી એક સાથે નૃત્ય કરી શકે છે

ચીની રાજદૂતે સંમેલનમાં ઉપસ્થિત રહેલા યુવાઓને ભારત અને ચીનનાં સંબંધોને સમજવાનું આહ્વાન કરતા કહ્યું કે, આપણે એક-બીજા માટે ખતરો નથી. તેમણે કહ્યું કે, “આપણા યુવાનોએ ચીન અને ભારતનાં સંબંધોને અનુભવવા જોઇએ. બંને દેશો એક-બીજા માટે અનેક અવસરોનાં દ્વાર છે, ના કે સંકટનાં.” તેમણે કહ્યું કે, “ડ્રેગન અને હાથી એક સાથે નૃત્ય કરી શકે છે.”

ચીનનાં વિદેશ મંત્રાલયે પણ સંયમની વાત કરી

આ પહેલા ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતની સાથે સરહદ પર સ્થિતિ સંપૂર્ણ સ્થિર અને નિયંત્રણ યોગ્ય છે. ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિઆને કહ્યું કે, “સરહદ સંબંધિત મુદ્દા પર ચીનનું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. અમે બંને નેતાઓ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ સમજૂતી અને બંને દેશોનાં વચ્ચેનાં કરારોનું સખ્ત રીતે પાલન કરતા રહ્યા છીએ.”

ચીની રાષ્ટ્રપતિએ કહી હતી ઉશ્કેરણીજનક વાત

ઉલ્લેખનીય છે કે એલએસી પર ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે ક્યારેય ઉશ્કેરણીજનક વાત નથી કહી, પરંતુ મંગળવારનાં સમાચાર આવ્યા કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું છે. ઉલ્લેખનીય છે ચીન પોતાની વિસ્તારવાદી નીતિને આગળ વધારવા દબાવ આપી રહ્યું હતુ. ચીન પોતાના કમજોર પાડોશીએ ક્યારેક કર્જ આપીને ફસાવે છે તો ક્યારેક પોતાની તાકાતથી ડરાવે છે. તો ભારત જેવા ટક્કર આપતા દેશોને તે સૈન્ય તાકાતથી દબાવવાનો પ્રયત્ન કરે છે. જો કે ભારત સામે તેની આ નીતિ ચાલી રહી નથી. ડોકલામ બાદ હવે લદ્દાખમાં પણ ચીનનો આવો હાલ જોવા મળી રહ્યો છે.

WHO કરશે ચીન સામે તપાસ!

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં એક્ઝિક્યૂટિવ બૉર્ડની ધુરા ભારતનાં હાથમાં આવી ચુકી છે. કોરોના વાયરસની શરૂઆત ચીનનાં વુહાન શહેરથી થઈ છે. અનેક રિપોર્ટ્સની શરૂઆતમાં ચીને આ વાયરસનાં મુદ્દાને છુપાવ્યો. ધીરેધીરે કોરોના આખી દુનિયામાં ફેલાયો અને આજે આના કારણે ત્રણ લાખથી વધારે લોકો માર્યા ગયા છે. ચીન સામે હવે તપાસની માંગ ઉઠી રહી છે. તો ચીનનો બચાવ કરનારા WHOની ભૂમિકા પણ નક્કી થશે. ભારત સહિતનાં દુનિયાનાં 62 દેશોએ કોરોનો સામે સ્વતંત્ર તપાસની માંગ કરી છે. જો WHOની તપાસ ચીનની વિરુદ્ધ શરૂ થશે તો અનેક તથ્યો બહાર આવશે.

તાઇવાન સાથે ભારત

તાઇવાનની રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વેનનાં શપથ ગ્રહણ સમારંભમાં બીજેપીનાં 2 સાંસદોનાં વિડીયો કૉન્ફરન્સથી હાજરી આપવાનાં કારણે ચીનને મરચા લાગ્યા છે. તેણે ભારતને પોતાના આંતરિક મુદ્દામાં દખલ ન કરવા કહ્યું છે. આ સમારંભમાં ભારતનાં 2 સાંસદો ઉપરાંત અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પૉમ્પિઓ પણ સામેલ હતા. તાઇવાનની આઝાદીની સમર્થક સાઇ ઇંગ-વેન બીજીવાર રાષ્ટ્રપતિ બની છે. તાઇવાનને અમેરિકાનું પણ સમર્થન છે. આવામાં ભારત અહીં પણ ચીન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

સાઉથ ચાઇના સીમાં ચીનની દાદાગીરી સામે આપશે પડકાર

સાઉથ ચાઇના સીમાં ક્રુડ ઓઇલનાં ખોદકામને લઇને ચીન અને મલેશિયામાં ચાલી રહેલા ટકરાવની વચ્ચે અમેરિકા અને ઑસ્ટ્રેલિયાની સાથે સાથે ચીનનાં જંગી યુદ્ધ જહાજ પણ પહોંચી ગયા છે. ભારતનું માનવું છે કે દક્ષિણ ચીન સાગરથી પસાર થનારા સંચારનાં સંપર્ક હિંદ-પ્રશાંત ક્ષેત્રની શાંતિ, સ્થિરતા, સમૃદ્ધિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે વર્તમાન સમયમાં ભારત ભલે પોતાના વલણમાં બદલાવ ના કરે, પરંતુ જો ચીન કોઈ અવળચંડાઈ કરે છે તો ભારત પણ પોતાના વલણમાં બદલાવ લાવશે.

ચીનથી ભારત આવશે કંપનીઓ

ચીન પાસેથી દુનિયાનું પસંદગીનું મેન્યુક્ચરિંગ હબ હોવાની યશકલગી છીનવાઈ શકે છે. કોરોના વાયરસ મહામારીનાં કારણે પેદા થયલી સ્થિતિની વચ્ચે લગભગ 1 હજાર વિદેશી કંપનીઓ ભારત સરકારનાં અધિકારીઓ સાથે ભારતમાં પોતાની ફેક્ટરીઓ લગાવાની વાત કરી રહી છે. આમાંથી લગભગ 300 કંપનીઓ મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ડિવાઇસિસ, ટેક્સટાઇલ્સ તથા સિન્થેટિક ફેબ્રિક્સનાં ક્ષેત્રમાં ભારતમાં ફેક્ટરીઓ લગાવવા માટે સરકાર સાથે સંપર્કમાં છે.

હોંગકોંગમાં ચીન પોતાના મોતે મરશે

લદ્દાખમાં ભારતને ઘેરવામા લાગેલા ચીનને હોંગકોંગમાં જોરદાર ઝાટકો લાગ્યો છે. અનેકવારનાં હિંસક વિરોધ પ્રદર્શનને ધ્યાને લેતા ચીની સરકારે હોંગકોંગ માટે નેશનલ સિક્યુરિટી કાયદાને સંસદમાં રજૂ કર્યો છે, જેની વિરુદ્ધ હોંગકોંગમાં રસ્તા પર લાખો લોકો ઉતર્યા છે. તો ચીન સમર્થિત પોલીસ લોકશાહીની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર દમન કરી રહી છે.

Leave a Response

error: Content is protected !!