રાજનીતિ

મોદી સરકારની ચતુરાઈ સામે ચીન ચુર-ચુર, લદ્દાખમાં 2.5 કીમી સેના પાછી ખેંચી લીધી

1.07Kviews

લદ્દાખના પૂર્વ વિસ્તારમાં આવેલા ગાલવન ક્ષેત્ર પર ભારત અને ચીન વચ્ચે હવે તણાવ ઘટી રહ્યો હોવાના સંકેત મળ્યા છે. ન્યૂઝ એજન્સીના મતે ચીને ગાલવનમાં ગોઠવવામાં આવેલા સૈનિક તથા બખ્તરબંધ ગાડીઓ આશરે અઢી કિલોમીટર પાછળ ખસેડયા છે. ભારતે પણ આ વિસ્તારમાં તેના સૈનિકોની સંખ્યા ઓછી કરી છે. અહેવાલો પ્રમાણે સરકારના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું છે કે સૈનિકોને પાછા લાવવાની પ્રક્રિયા રવિવારે મોડી રાત્રે અને સવારે જલ્દી શરૂ થઈ હતી.


ચીનની સેનાએ લદ્દાખમાં 2.5 કિલોમીટર પાછળ હટી, ભારતીય સેનાએ પણ તેના સૈનિકોને પાછા બોલાવ્યા
બન્ને દેશના લશ્કરી કમાન્ડરો વચ્ચે મંત્રણા થઈ તેના બે દિવસ બાદ સોમવારે જ લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પાસે ચીનના હેલિકોપ્ટર દેખાયા હતા.ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોને ટાંકી કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 7-8 દિવસમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના વિમાની કાફલાની ગતિવિધિમાં વધારો થયો છે અને તેમના હેલિકોપ્ટર સતત દેખાઈ રહ્યા છે. એવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે સરહદની નજીક અનેક વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા ચીનના સૈનિકોને મદદ કરવા માટે આ હેલિકોપ્ટર ઉડાન ભરી રહ્યા હોય.

Leave a Response

error: Content is protected !!