રાજનીતિ

ચીનના રાષ્ટ્રપતિ બે દિવસના ભારત પ્રવાસે, PM મોદી સાથે શી જીનપિંગ કરશે મુલાકાત

71views
ચીનના  શી જીનપિંગ  11 ઑક્ટોબરે ભારતની મુલાકાતે આવશે. તેઓ વડાપ્રધાન મોદી  સાથે  અનઔપચારિક વાર્તાલાપ કરશે. બુધવારે વિદેશ મંત્રાલય દ્વારા મોદી-જીનપિંગની મુલાકાતની ઘોષણા કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયની જાહેરાતને ચીને પણ લીલીઝંડી આપી છે. બંને લીડરો વચ્ચે ચેન્નાઈના મામલ્લાપુરમમાં આ વાર્તાલાપ થશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે રાષ્ટ્રીય, આંતરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થશે. જીનપિંગ બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સાથે અનેક વિષયો પર દ્વીપક્ષીય વાર્તાલાપ કરશે અને 13મી ઑક્ટોબરે નેપાળના પ્રવાસે રવાના થશે.

Leave a Response

error: Content is protected !!