રાજનીતિ

સ્કૂલ મામલે વિવાદિત ટ્વીટ કરતા જીગ્નેશ મેવાણી ફસાયા,પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

91views

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફરી એક વખત વિવાદમાં ફસાયા. વલસાડની આરએમ વીએમ સ્કૂલના નામે જીગ્નેશ મેવાણીએ ટ્વિટર પર ટિપ્પણી કરતા એક પોસ્ટ કરી હતી જેના પગલે તેમણા વિરુદ્ધ સિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે, વિવાદ બાદ જીગ્નેશ મેવાણી તરત ટ્વિટ ડિલીટ કર્યું હતું.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો,વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો જીગ્નેશ મેવાણી ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો. તેમજ વાયરલ વીડિયોને મેવાણીએ વલસાડની સ્કલૂનો બતાવ્યો હતો. એટલું જ નહીં, જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને સ્કૂલ વિરુદ્ધ ટિપ્પણી કરીને પીએમઓ પાસેથી ખુલાસો માગ્યો હતો, જેના પછી વિવાદ વધતા લોકોએ પૂછ્યું કે આ વીડિયો ઈજીપ્તનો છે કે વલસાડનો?

સમગ્ર રાજ્યમાં જીગ્નેશ મેવાણીની ટ્વિટના કારણે વિવાદ સર્જાયો છે. અને વિવાદ વધતા જ મેવાણીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ હટાવી દીધું હતું. જ્યારે મેવાણીએ ટ્વીટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો ત્યારે શાળાએ ખુલાસો કર્યો હતો કે આ વીડિયો અમારી શાળાનો નથી જેના પગલે શાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા વિવાદ સર્જાયો છે.

જીગ્નેશ મેવાણીએ આ ઘટના સામે આવ્યા બાદ પોતાનો પક્ષ રાખ્યો હતો. મેવાણીએ કહ્યું કે, આ ફરિયાદ નકામી છે. મે શાળાના સંચાલકોને માઠું ન લાગે તેથી મેં માફી માંગી હતી. તેમ છતાં ગુનો દાખલ થયો હોવાથી આ એફઆઈઆર ટકી શકશે નહીં. મેં તો સરકાર પાસેથી ખુલાસો માંગ્યો હતો, મેં ક્યાંય આક્ષેપ કર્યો નહોતો.

આ સમગ્ર ઘટના વિશે જીગ્નેશ મેવાણીએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે, આ ફરિયાદ ખોટી છે. મે શાળાના સંચાલકને ખરાબ ન લાગે તેથી માંફી માંગી હતી. તેમ છતાં ગુનો દાખલ થયો હોવાથી આ ફરિયાદ ટકી શકશે નહી. મે તો સરકાર પાસેથી ખુલાસો માંગ્યો હતો, મે ક્યાંય આક્ષેપ કર્યો નથી.

જો કે, આ મામલે સ્કૂલના પ્રિન્સીપાલ બિજલ પટેલે કહ્યું કે, આ વીડિયો ખોટો છે. અમે પોલીસ ફરિયાદ કરી છે. વારંવાર શાળાના નામનો ઉલ્લેખ કરીને સ્કૂલનુ નામ બદનામ કરાય છે. જિજ્ઞેશ મેવાણી જેવા વ્યક્તિ સારા હોદ્દા પર બિરાજમાન છે, તેમ છતા તેમણે તપાસ કર્યા વગર આ વીડિય પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો. તથા શાળાના કોઈ પણ વ્યક્તિનો સંપર્ક ન કરો. આ બદલ શાળાને લાંછન લાગી છે. તેથી તેમની વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમના ટ્વિટથી શાળાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે

Leave a Response

error: Content is protected !!