વિકાસની વાત

“સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન” 5 જૂનથી શરૂ, ગાંધી જયંતી સુધીમાં નદી થશે સ્વચ્છ

119views

પરમ પૂજ્ય બાપુની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે શરૂ થશે સ્વસ્છ સાબરમતી મહાઅભિયાન. કોર્પોરેશન દ્વારા આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસને લઇને સાબરમતી નદીને સાફ કરવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નહેરા અને મેયર બિજલ પટેલ દ્વારા આ વિશે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર સાબરમતી નદીને સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરની ઓળખ સમી સાબરમતી નદીમાં વર્ષોથી ગંદુ પાણી વહેતું હતું. રાજ્ય સરકાર, સામાજિક સંસ્થાઓ તથા નાગરિકોના સહિયારા પ્રયાસથી અમદાવાદને દેશનું સૌથી સ્વચ્છ મહાનગર બનાવવામાં આવશે.

નદીના વિસ્તારને વિવિધ બ્લોકમાં વહેંચી દઇ તે મુજબ સફાઇ કામગીરી હાથ ધરવા માટે તમામ ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, જે તે વિભાગના વડા સહિત ઉચ્ચ અધિકારીઓને ખાસ ઓફિસ ઓર્ડર જાહેર કરીને કમિશનર નેહરાએ જવાબદારી સોંપતાં આ મહાઅભિયાનને સફળ બનાવવા અત્યારથી જ અધિકારીઓ કામે લાગી ગયા છે.

જેમાં દધીચિબ્રીજ થી સુભાષબ્રીજ, ઈન્દિરાબ્રીજ થી સુભાષબ્રીજ, દધીબ્રીજ થી ગાંધીબ્રીજ, ગાંધીબ્રીજ થી એલિસબ્રીજ, તેમજ એલિસબ્રીજ થી આંબેડકરબ્રીજ સુધી સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં આવશે.

જો કે અત્યારે સાબરમતી નદીનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું છે. અને 90 ટકા ગંદા પાણીનો નિકાલ થઈ ગયો છે અને આગામી 5 જૂન સુધીમાં 95 ટકા જેટલા પાણીનો નિકાલ થઈ જશે.બે ઓક્ટોબર ગાંધી જયંતી સુધીમાં સાબરમતી નદીને સ્વચ્છ કરી દેવામાં આવશે. સાબરમતી નદીમાં ટ્રીટ વોટર ઠાલવવામાં આવશે, સુજલામ-સુફલામ યોજના હેઠળ નદીનું શુદ્ધિકરણ કરવામાં આવશે.

તેમજ ૫ જુનના રોજ સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સાબરમતી નદીની સફાઈનું અભિયાન શરૂ કરાવામાં આવશે. જેમાં ૧૦ હજારથી વધુ લોકો હાજર રહેશે. તેમજ નદીમાં આવતું ગટરનું પાણી બંધ કરાશે. સુકાયેલો કચરો સાફ કરવામાં આવશે.

વન મહોત્સવ:

તે સિવાય દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં વૃક્ષો વાવવા માટે આદેશ કર્યા છે. મુખ્યમંત્રીએ વન વિભાગના અધિકારીઓને કહ્યું છે કે રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે બમણાં વૃક્ષો વાવવા જોઇએ.

૭૦મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ અમદાવાદના ઓઢવના જડેશ્વરમાં ૮.પપ હેકટરમાં સાંસ્કૃતિક વન નિર્માણથી મુખ્યમંત્રીના હસ્તે યોજાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં હરિયાળી-ગ્રીનકવર વધારવા રાજ્ય સરકારની સંકલ્પબધ્ધતા વ્યકત કરી છે. આ વિશે તેમને જણાવ્યું કે, રાજ્યમાં વન મહોત્સવ હેઠળ 10 કરોડ વૃક્ષો રોપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોમાં તેમનો પર્યાવરણ અને વન્ય પ્રાણી શ્રુષ્ટિ પ્રત્યેનો માનવીય અભિગમ સ્પષ્ટ જોઈ શકાય છે. ગુજરાતનાં શહેરો માત્ર સ્માર્ટ સીટી જ બને તે માટે નહીં પરંતુ સ્માર્ટની સાથે ગ્રીન-ક્લીન બને તે વિશે પણ મુખ્યમંત્રી વિચારે છે.

તેમજ જેટલા વૃક્ષો કપાય તેની સામે બમણા-બે ગણા વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવા પણ તેમણે વન વિભાગને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.

Leave a Response

error: Content is protected !!