જાણવા જેવુ

કારખાનું બંધ કરી “ઉપાસના ગૌશાળા” કરી શરૂ,જાણો ગૌમાતા માસિક શું આપે છે ભેટ

210views

શાસ્ત્રોમાં ગાયની મહત્તા અતિ જોવા મળી છે. ગાયને માતા દરજ્જે વર્ષોથી પૂજાય છે, પરંતુ ગાય દ્વારા ઉત્પન્ન થતી દરેક વસ્તુ ઔષધીય રૂપે પણ અતિ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે ગાયને પાળનારા ખેડૂતો તેની ઔષધિય અસરથી અજાણ હોય છે.આમ પણ આજના દિવસે ગાયની પૂજન કરવાની પરંપરા છે ત્યારે ખાસ દિવસે એક કિસ્સો એવો એ દંપતીએ પોતાનું જીવન જ ગૌસેવા માટે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે બદલામા ગૌમાતા શું આપે છે ભેટ ચાલો જાણીયે

કઈ રીતે જીજ્ઞેશભાઈએ બ્રાસપાર્ટનું કારખાનું બંધ કરી “ઉપાસના ગૌશાળા”પ્રારંભ કર્યો:

જામનગરના દરેડ વિસ્તારનું ચાંગાણી દંપતીઆ માન્યતાને ભંગ કરતું તદ્દન અનોખું દંપતી છે. માત્ર બે ગાયથી પશુપાલનની પ્રવૃત્તિ શરૂ કરનારા દંપતી પાસે આજે નાના મોટા ૧૦૦ ગૌવંશ છે.

આત્માની તાલીમ થકી પશુપાલનની પ્રવૃત્તિને સંપૂર્ણ વ્યવસાયમાં પલટાવનારા જીજ્ઞેશભાઈ અને રીનાબેન ચાંગાણીએ ગૌસેવાનું વ્રત તરીકે વિચારી આજે સો ગૌવંશીઓની “ઉપાસના ગૌશાળા”ની હેઠળ તેની સેવા અને સાથે જ ઔષધીય રૂપે પણ વ્યવસાયમાં કાર્યરત છે.

બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા જીજ્ઞેશભાઈએ પિતાની ગૌસેવાની ઇચ્છાથી દરેડ ખાતે ગૌશાળાનો પ્રારંભ કર્યો હતો, પરંતુ કોઇ પ્રકારની તાલીમ ન હોવાથી આ સેવા અને વ્યવસાય બંને સાથે થઈ શકતા ન હતા.આ સમયે આત્મા પ્રોજેક્ટ થકી તાલીમ મેળવી તેઓ અને તેમના પત્નીએ બે ગાયો લઇ ગૌશાળાની શરૂઆત કરી અને આજે ૧૦૦ નાના મોટા ગૌવંશના માલિક બન્યા છે.

જીજ્ઞેશભાઈએ આજે બ્રાસપાર્ટના કારખાનાના વ્યવસાયને સંપૂર્ણ ત્યજી દીધો છે અને હવે ગૌશાળાને જ વ્યવસાયરૂપ અને સેવારૂપ બનાવી જીવનમાં વણી લીધું છે.સમયાંતરે મળતી આત્માની તાલીમ, કૃષિ કેન્દ્રના ડોકટરના માર્ગદર્શનથી આ દંપતી આજે ગાયના દૂધ અને ઘી ના વ્યવસાય સિવાય ગાય આધારિત જૈવિક ખેતી પણ કરે છે.
 ગૌમૂત્રના અર્ક, પંચગવ્ય ઘી, રેડીયેશનનો નાશ કરતી ગાયના છાણમાંથી બનતી ચીટકી પણ તેઓ બનાવે છે. ગાય દ્વારા આપવામાં આવતી દરેક વસ્તુનો ઔષધિય ઉપયોગ કરે છે અને અન્ય લોકોને પણ તેના થકી આયુર્વેદીય ચિકિત્સામાં પોતાની વસ્તુઓના ઉપયોગ થકી મદદ કરે છે.
આયુર્વેદની પંચગવ્ય દ્વારા કેટલાની આવક મેળવે છે?

 

આ સેવા વ્રતમાં જીગ્નેશભાઈના નાના ભાઈ જે આયુર્વેદ ડૉક્ટર હોવાથી આયુર્વેદની પંચગવ્ય પદ્ધતિના ઉપયોગ થકી અનેક લોકોના રોગોને મટાડવા માટે આ દંપતીને મદદરૂપ બને છે. આ પશુપાલન વ્યવસાય થકી ચાંગાણી દંપતી માસિક આશરે રૂપિયા ૨.૫૦ (અઢી) લાખની આવક મેળવે છે

 

Leave a Response

error: Content is protected !!