રાજનીતિ

જગતનાં તાતની મુસીબતમાં મસીહા બન્યા મુખ્યમંત્રી,પાકને થયેલા નુકસાનના વળતરની જાહેરાત

137views

ક્યાર વાવાઝોડાનાં કારણે આવેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવાની જાહેરાત સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરી નિર્ણાયક અને અસરકારક નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાતનાં ૧૮ જિલ્લાનાં ૪૪ તાલુકાઓમાં છેલ્લા ૩ દિવસમાં ૧ ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી સર્વે કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાબડતોબ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સંબંધિત ખાતાઓ-વિભાગોને જરૂરી સૂચનાઓ આપી છે.

કૃષિ વિભાગ દ્ધારા ક્યાં જિલ્લાનાં ક્યાં ખેડૂતે કઈ વીમા કંપનીનાં ટોલ ફ્રી નંબર પર ફોન કરવાનો છે તેનું લિસ્ટ પણ રૂપાણી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતો સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરીને પોતાના વિસ્તારમાં પાકને થયેલા નુકસાન અંગે જાણ કરી શકશે. ત્યારબાદ વીમા કંપનીમાં આવેલી ફરિયાદ અંગે ખેતીવાડી અધિકારીઓ સર્વે કરશે. આ નુકસાની સંદર્ભમાં બે તબક્કે સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે ખેડૂતોએ પાક વિમો ઉતરાવ્યો નથી તેવા ખેડૂતોનાં કિસ્સામાં રાજ્ય સરકારનાં કૃષિ  વિભાગનાં અધિકારીઓ આજથી જ નુકસાનીનાં સર્વેનું કામ શરૂ કરી દેશે અને નુકસાન અંદાજ મેળવ્યા બાદ એસડીઆરએફનાં નિયમોનુસાર ખેડૂતોને પાક નુક્સાનીની સહાય ચૂકવાશે.

ઉલ્લેખનીય છે કે, દિવાળીનાં દિવસો દરમિયાન ગુજરાત પર આવેલું ક્યાર વાવાઝોડું ખેડૂતો માટે સંકટ-મુસીબત બન્યું હતું. ઓક્ટોબર અંત મહિનામાં આવેલા કમોસમી વરસાદથી ખાસ કરીને ડાંગર, કપાસ અને મગફળીનાં પાકને નુકસાન થયું છે. પરંતુ ખેડૂતોની સંકટ સ્થિતિમાં મુખ્યમંત્રી સંકટમોચક બન્યા છે અને હરહંમેશની જેમ ખેડૂતોની મુસીબતમાં મસીહા બનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ક્યાર વાવાઝોડાનાં કારણે આવેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવાની જાહેરાત કરી છે.

ક્યાર વાવાઝોડાનાં કારણે જે ૪૪ તાલુકાઓમાં વરસાદ થયો છે. તેમાં સુરેન્દ્રનગરના ૭, ખેડાના ૫, ભરૂચના ૪, મોરબીના ૪, અમદાવાદ, આણંદ, નર્મદાના ૩-૩, અરવલ્લી, નવસારી, રાજકોટ અને વડોદરાના ૨-૨ તેમજ અમરેલી, છોટાઉદેપુર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ અને વલસાડના ૧-૧ તાલુકાઓનો સમાવેશ થાય છે. આ તાલુકાનાં ખેડૂતોને પાક નુકસાનીનાં સર્વેની કામગીરીનાં ૧૫ દિવસમાં પાક નુકસાનીની સહાય રૂપાણી સરકાર તરફથી ચૂકવવામાં આવશે

Leave a Response

error: Content is protected !!