રાજનીતિ

ગુજરાત વાયુ પ્રદૂષણનો શિકાર ન બને એ માટે “પાણી પહેલા પાળ’,પર્યાવરણને લાભદાયક પ્રયોગોની મુખ્યમંત્રીએ મેળવી જાણકારી

100views

આજકાલ પર્યાવરણ દુષિત થાય છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતમાં બીજા રાજ્ય જેવી મુશ્કેલી ન સર્જાય એ માટે પર્યાવરણને સ્વ્ચ્છ રાખવાના જે પગલાંઓ છે તે બાજુ આગોતરા માહિતીઓ મેળવી રહ્યા છે ત્યારે એને અંતર્ગત ‘એકતા નર્સરી’ની મુલાકાત લીધી.જ્યાં છાણ, માટી અને કૃષિ કચરામાંથી બનાવેલા જૈવિક કુંડા જેવા નવા અને પર્યાવરણને લાભદાયક પ્રયોગોની જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી. તેમણે અદભુત કહી શકાય તેવો થોરનો બગીચો એટલે કે કેક્ટસ ઉદ્યાન અને પતંગિયા ઉદ્યાનના વિકાસનું પણ નિરીક્ષણ કર્યું હતું.એકતા નર્સરી ખાતે વિવિધ પ્રકારના ઇનડોર અને ઓઉટડોર પ્લાન્ટ્સ ઉછેરવામાં આવ્યા છે. આ જગ્યાને આદિવાસી ગ્રામિણો માટે એમની પરંપરાગત કુશળતાઓ, ખાનપાન અને કલા-કારીગરીને રોજગારી સાથે જોડવાના મોડલ તરીકે વિકસાવવામાં આવી રહી છે. અહીં જલ ખેતી એટલે કે માટી વગર એકલા પાણીમાં વનસ્પતિના ઉછેરની પધ્ધતિનું ખૂબ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ એમની ઉમર અને ક્યારથી આ વાદ્ય વગાડો છે એવો સવાલ કરતા રંગલાએ જણાવ્યું હતું કે, સાહેબ લંગોટુ પહેરતા શીખ્યો અર્થાત સમજણો થયો ત્યારથી આ વગાડું છું. મારી ઉંમર એંહી અને દહ વરહ થઈ. મુખ્યમંત્રીએ આ લોકવાદકની કલા નિષ્ઠાને બિરદાવી હતી.આમ રૂપાણીએ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું તો સાથે ત્યાંના લોકો સાથે હળવો વાર્તાલાપ પણ કર્યો હતો.

 

Leave a Response

error: Content is protected !!