રાજનીતિ

ઉઝ્બેક ઉદ્યોગ સાહસિકોને ઉત્પાદનના ક્ષેત્રોમાં ગુજરાતને ભાગીદાર બનાવવાની સુવર્ણ તક આપતા મુખ્યમંત્રી

126views

ઉઝબેકિસ્તાનના બુખારા ખાતે બૂખારાના ગર્વનર Mr. Uktam Barnoev સાથે મુલાકાત કરી હતી.બિઝનેસ ફોરમમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી બૂખારામાં બિઝનેસ ફોરમમાં ઉઝ્બેક ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ પણ પાઠવ્યું હતું.

રૂપાણીએ ગર્વનર  સાથેબેઠક યોજીને સ્માર્ટ સિટીઝ, ઇન્ફરમેશન ટેકનોલોજી અને આઇ.ટી. ઇનેબલ્ડ સર્વિસીઝ ઉપરાંત ટેક્ષટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ અને એગ્રો ફૂડ પ્રોસેસીંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે પરસ્પર સહયોગની તકો અંગે ચર્ચા વિચારણાઓ કરી હતી. ગુજરાતમાં આ બધા જ ક્ષેત્રોમાં રહેલી તકોની સમગ્ર ઇકોસિસ્ટમની સંભાવનાઓ સાથે યોગ્ય ભાગીદારો તલાશવામાં ગુજરાત મૂલાકાત ઉપયુકત બનશે.

 

ઉલ્લેખનીય છે કે આ બિઝનેસ ફોરમમાં બૂખારાના ગર્વનર અને ઉઝબેકિસ્તાનના વેપાર-ઊદ્યોગ અગ્રણીઓ પણ સહભાગી થયા હતા. ફાર્માસ્યુટિકલ, ટેક્ષટાઇલ, ઓટોમોબાઇલ, હેલ્થકેર અને જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રમાં ગુજરાતના અગ્રણી વેપાર ઊદ્યોગ સંચાલકોનું પ્રતિનિધિમંડળ ઉઝબેકિસ્તાન આવેલું છે. બૂખારામાં આ ઊદ્યોગોના વિકાસના વિપૂલ અવસરો ગુજરાત-ઉઝબેકિસ્તાન બેય માટે પરિણામદાયી બનશે તે સાથે જ ઉત્પાદનના ક્ષેત્રોમાં પણ ખુબ સારો સહયોગની વિપૂલ સંભાવનાઓ દેખાઈ રહી છે.

Leave a Response

error: Content is protected !!