વિકાસની વાત

‘સુજલામ સુફલામ અભિયાન’માં રાજ્ય સરકારની હરણફાળ પ્રગતિ

115views

રવિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિતિમાં લાઠી તાલુકાના દુધાળા ગામે રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન તથા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી આકાર પામેલા નારણ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

લાઠીના દુધાળા ગામે વોટર બાઇક રાઇડ માણતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે,” વરસાદના પાણીને પરમેશ્વરની પ્રસાદી માનીને તેના જળ સંગ્રહ અને જળ સંચય માટે રાજ્ય સરકાર દ્વારા આ બે વર્ષમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 30,000 જેટલા જળસંચયના કામો પૂર્ણ થયેલ છે. તેમજ લુપ્ત થયેલ નદીઓ પુન:જીવિત કરવાનું કામ કરવામાં આવેલ છે. આ વર્ષે પરમ કૃપાળુ ઈશ્વરની કૃપાથી સમગ્ર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થતાં સારો વરસાદ પડેલ છે. રાજ્યના 9700 જેટલા નાના-મોટા તળાવો વરસાદી પાણીથી છલોછલ ભરાઇ ગયેલ છે. જ્યારે નર્મદા ડેમ સહિત રાજ્યના મોટા જળાશયો ઓવરફ્લો થયા છે આજે 90 ટકા જળાશયો ભરાયા છે.”સવજીભાઈના પરિવારે ઉનાળામાં પાડેલ પરસેવો આજે પારસમણિ બનીને આખા લાઠીને ફાયદારૂપ નીવડશે. આ ઉપરાંત તેમણે દરિયા કિનારે 10 જેટલા ડિસેલીનેશન પ્લાન્ટ બનાવવા અંગે વિગતે માહિતી આપી અને શહેરના ગંદા પાણીને વોટર રિસાયક્લિંગ કરીને ઉદ્યોગો, ખેડૂતોને અપાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વર્ષોથી અમરેલી જિલ્લો એ પાણીની અછત ધરાવતો જિલ્લો છે. આવા વિસ્તારમાં જળક્રાંતિ કરવા બદલ બધાને પ્રોત્સાહન આપ્યું હતું. તળાવોને ઊંડા કરી નદીઓને પુનજીર્વિત કરીને ધોળકિયા પરિવારે ખુબ જ પ્રશંસનીય કામગીરી કરી છે.

આ પ્રસંગે સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્યશ્રી હર્ષ સંઘવી તેમજ જિલ્લા અને તાલુકાઓના અધિકારી-પદાધિકારી-મહાનુભાવો તેમજ ખેડૂતો-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

લાઠીના દુધાળા ગામે વોટર બાઇક રાઇડ માણતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ બાદ વોટર સ્પોર્ટ્સની સુવિધા નિહાળ્યા બાદ વોટરબાઈકની રાઈડની મજા માણી હતી. બાઈક સ્વયં ચલાવી સરોવરની મોજ માણી હતી. રાજ્યનું સુકાન સારી રીતે સભળતા મંત્રીએ હિંમત અને શ્રદ્ધા પૂર્વક મોટર બાઈક ચલાવી સૌને દંગ કરી દીધાં હતાં.

લાઠીના દુધાળા ગામે વોટર બાઇક રાઇડ માણતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ મોટર બાઈકની સવારી માણી હતી. સરોવર પૂર્ણ ભરાઈ જતા અહીં પર્યટન સ્થળનો અનેરો માહોલ ઉભો થયો છે.

 

 

Leave a Response

error: Content is protected !!