રાજનીતિ

ગુજરાતમાં MSME એકમોમાં ગતિશીલતા લાવવા મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ

137views

ગુજરાતમાં MSME એકમોની સ્થાપનામાં વધુ પારદર્શિતા આવે તેવા ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ લોન્ચ કર્યુ હતું. તેમણે આ પોર્ટલમાં આવેલ પ્રથમ અરજી મંજૂર કરીને સ્વીકૃતિ પ્રમાણપત્ર પણ ઇ-મેઇલથી ઇસ્યુ કર્યું હતું.

‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની નીતિથી રાજ્ય સરકારે MSME એકમોને વિવિધ મંજૂરીઓ લેવામાંથી ૩ વર્ષ સુધી મુકિત આપવાનો નિર્ણય કરેલો છે. તદ્દઅનુસાર, MSME શરૂ કરવા ઇચ્છનાર કોઇપણ ઉદ્યોગસાહસિક તેને જરૂરી જમીન ખરીદી પણ રાજ્યના કોઇપણ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય કરી શકે છે. આવી પરવાનગી ઉદ્યોગ શરૂ થયાના ૩ વર્ષમાં લેવાની હોય છે. આ મંજૂરી પણ અત્યંત ઝડપી અને સરળતાએ મળી રહે તે હેતુસર આ ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ લોન્ચ થતા રાજ્યના ૩પ લાખ MSME એકમો ઉપરાંત નવા MSME શરૂ કરવા ઉત્સુક સાહસિકોને વધુ સરળતા મળતી થશે અને રોજગાર સર્જનમાં પણ માતબર વધારો થશે.

Leave a Response

error: Content is protected !!