રાજનીતિ

રાહુલ ગાંધીથી વધારે લોકપ્રિય છે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ: Survey

774views

કોરોના સંકટ દરમિયાન ભારતમાં નેતાઓની લોકપ્રિયતાને લઇને IANS-C વોટર સ્ટેટ ઓફ ધ નેશન 2020 સરવે કરવામાં આવ્યો છે. આ સર્વેના પરિણામ મુજબ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સૌથી વધારે છે જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આ મામલે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓથી પાછળ ચાલી રહ્યા છે. 

કોંગ્રેસ શાસિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રેદેશોના મુખ્યમંત્રીઓ, અહીં સુધી કે છત્તીસગઢ, મહારાષ્ટ્ર કે રાજ્યસ્થાનના મુખ્યમંત્રીઓ રાહુલ ગાંધીની સરખામણીએ વધારે લોકપ્રિયતા ધરાવે છે. 

સરવેમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલની લોકપ્રિયતા રેટિંગ 81.06 ટકા છે, અહીં 56.74 ટકા જનતા તેમના કામથી સંતુષ્ટ છે. અહીં 6.2 ટકા લોકો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમર્થન આપે છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સત્તામાં છે જ્યાં કોંગ્રેસ ગઠબંધનમાં સત્તાધીશ છે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની લોકપ્રિયતાને કોરોના મહામારીની ગંભીર સ્થિતિ પર ઓછી નથી કરી શકી. અહીં 76.53 ટકા લોકોએ ઠાકરેને સમર્થન આપ્યુ છે, જ્યારે 63.72 ટકા લોકો તેમના કામથી સંતુષ્ટ છે. ઠાકરેની સરખામણીએ રાહુલ ગાંધીની લોકપ્રિયતા રેટિંગ 26.11 ટકા છે. 

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિહ પણ આ મુદ્દે સૌથી ઓછી લોકપ્રિયતા ધરાવે છે, અહીં માત્ર 27.51 ટકા લોકો તેમને સર્મથન આપે છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, તેઓ રાહલ ગાંધીની સરખામણીએ વધારે લોકપ્રિય છે. પંજાબમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતાનું પ્રમાણ 12.67 ટકા છે. 

રાજસ્થાન પણ કોંગ્રેસ શાસિત રાજ્ય છે. અહીં સીએમ અશોક ગહલોતની લોકપ્રિયતા રેટિંગ 65.51 ટકા છે. રાજ્યમાં 59.71 ટકા લોકો તેમના કાર્યકાળથી ખુશ છે. 

ઝારખંડની ગઠબંધન સરકારમાં સીએમ હેમંત સોરેનને રાજ્યના 61.26 ટકા લોકો સમર્થન આપી રહ્યા છે.તેમની સરખામણીએ રાજ્યમાં 10.89 ટકા લોકો રાહુલ ગાંધીને સમર્થન આપે છે. 

Leave a Response

error: Content is protected !!