વિકાસની વાત

“આજે કહેશે એક્ઝિટ પોલ પર ભરોસો નથી કાલે કહેશે ઈવીએમ ખોટુ છે.” : CM વિજય રૂપાણી

189views

હવે લોકસભાની ચૂંટણીના પરિણામ આવવાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ફરી રાજકારણ ગરમાયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બાબતે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ છે કે લોકો વિકાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મત આપ્યા છે, વિપક્ષની દુકાન અત્યારથી જ બંધ થઈ ગઈ છે, તો વિપક્ષની એક્ઝિટ પોલની પરેશાની પર રૂપાણીએ કહ્યુ કે વિપક્ષ આજે એક્ઝિટ પોલનો વિરોધ કરે છે કાલે ઈવીએમનો પણ કરશે.
એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળતા વિપક્ષ હેરાન પરેશાન છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 26માંથી 25 બેઠકો ભાજપને મળશે અને 1 બેઠક જ કોંગ્રેસના ફાળે જશે તેવું અનુમાન છે. ગુજરાતની પ્રજા નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન પદ પર જોવા ઈચ્છે છે. વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસને 99 બેઠક મળી હતી ત્યારે લોકસભામાં કોંગ્રેસનો ફરીથી સફાયો થઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે.

 

error: Content is protected !!